રવિવાર, 23 ઑગસ્ટ, 2015

સિનિયર સિટીઝન એટલે ? સર્વશ્રેષ્ઠ ?

સિનિયર એટલે ચઢતી કક્ષાનુંવરિષ્ઠજ્યેષ્ઠઉચ્ચ વગેરે. શેમાં સિનિયર તો કેઉંમરમાંહોદ્દામાં કે અધિકારમાં સિનિયર,ઉચ્ચજ્યેષ્ઠવરિષ્ઠ. તો પછીસિટીઝનમાં સિનિયર એટલે ભઈસાદી ભાષામાં કહીએ તોઘરડાંડોસાંવૃધ્ધવડીલ વગેરે. હવે કોઈને ઘરડાં કે ડોસાં શબ્દ સાંભળવો નથી ગમતો. વડીલ તો હજી પણ ચાલેપણ વૃધ્ધ શબ્દ તો સાંભળવા પણ નથી મળતો. વાર્તાઓમાં વાંચવા મળી જાય ખરો. જે હોય તેઅંગ્રેજીમાં બોલવાથી જરા માન વધે કે વટ પડે એવું ખરું. એટલે ચાલી પડ્યું આ બે શબ્દોનું ઝૂમખુંસિનિયર સિટીઝન.

આ હોદ્દામાં સિનિયર તો જાણે કે સમજાયકે કોઈક જગ્યાએ કામ કરતાં હો અને કામ જોઈને ઊંચો હોદ્દો આપવામાં આવેપણ આ ઉંમરમાં સિનિયરવાળું કંઈ મગજમાં ન બેસે. ઉંમર વધે એટલે વગર કોઈ લાયકાતે જ અમુક હોદ્દા મળી જાયઅમુક પાવરશક્તિતાકાત આવી જાયઅચાનક જ કહેવાતી જવાબદારી વધી જાય ને અધૂરામાં પૂરું થાય તે ડહાપણ (કે દોઢડહાપણ !) પણ વધી જાય.

આ એક જ વાત આપણા ગળે ન ઊતરે. ભઈ સિનિયર સિટીઝનતને આટલો માનભર્યો હોદ્દો મળ્યો છે ને સમાજમાં પણ હવે તને બધા માનની નજરે જોશેતો તું મહેરબાની કરીને તારા માનમાં રહેજે. બધે હડ હડ થવું હોય તોઆટલું જરૂર કરજે.
જ્યાં બધા બેઠાં હોય કે ઊભાં હોય ત્યાં પૂરી વાત સાંભળીને કે સાંભળ્યા વગર જ વચ્ચે કૂદી પડજે. સૌને વગર માગ્યે સલાહો આપજે અને જાણ્યા મૂક્યા વગર કે વાતને સમજ્યા વગર જ વાતનો ફેંસલો પણ કરી નાંખજે. કોઈ તારી સામે થાય તો તેનું અપમાન કરતાં અચકાઈશ નહીં અને તો પણકોઈ વાત ન માને તો રિસાવાનો ને ત્રાગાં કરવાનો તને પૂરો હક છે. બધાંને હક્કાબક્કા થયેલાં મૂકીને ત્યાંથી ચાલવા માંડજે.

બસબીજી વાર તને જોઈને બધાં છૂ થઈ જશે એની ગૅરન્ટી ! જો કોઈ ઝડપાઈ જાય તો બહાનું કાઢીને છટકી જશે ને ન છટકી શકેતારી બોરિંગમજબૂત પકડમાંથી તો એનું ચડેલું મોં જોવા તૈયાર રહેજે. જે લોકો તને જોઈને પહેલાં પગે લાગતાં કે હાય અંકલ’ કે હાય આન્ટી’ કહી માનથી બોલાવતાં તે લોકો જ દૂરથી તને જોઈને રસ્તો કાપી જાય તો બબડાટ નહીં કરતો/કરતી. એને તો સમયની દેન સમજીને કે પછી પોતાનાં કર્મોનો બદલો સમજીને સ્વીકારી લેજે.

આ સિનિયર સિટીઝન પણ અજબ પ્રાણી હોય છે ! જ્યાં ને ત્યાં શિકાર જ શોધતા ફરે ! ઘરમાં કોઈ સાંભળવા નવરું ન હોય અને બહાર શિકાર શોધવામાં સમય પૂરો થાય. (એકનો એક શિકાર બીજી વાર તો સામે ન જ આવે ને ?) એ તો સિ સિને ચાલેરોજ એક જ શિકાર હોય તો પણ ! આમ આ લોકો શિકારી ખરાં પણ હિંસક નહીં. મારે ખરાં પણ લોહી ન કાઢે. સીધું ભેજું જ કાઢી લે ! એમના પ્રતાપે તો ભેજાંગેપ લોકોની સંખ્યામાં પણ દિવસે દિવસે વધારો થતો ચાલ્યો. આ લોકોની પાસે અનુભવોનું ભાથું હોય છે અને એના પર જ એ લોકો મુસ્તાક હોય છે. એ લોકો તડકામાં વાળ નથી સફેદ કરતાંઅનુભવોથી એની મેળે જ સફેદ થઈ જાય ! એમની વાતોમાં નવું કંઈ નથી હોતુંએની એ લોકોને જ ખબર નથી હોતી બોલો ! જે વાતો એ લોકોએ પોતાનાં બાળકોને કરેલી કે વારંવાર માથે મારેલી તે જ વાતપૌત્રો કે પૌત્રીઓને પણ કહેવામાં જરાય વાર નથી કરતાં. ઉલટાના  નાદાન બાળકોના માબાપને બેચાર ભાંડવામાં એમને વધારે મજા પડે છે. હશેસાંઠે/સિત્તેરે બુદ્ધિ જાય તે આ સંદર્ભે જ કહ્યું હશે.
આ લોકો પાછા એક નંબરના ઢોંગી હોય છે. એમને કોઈ જોશે નહીં કે સાંભળશે નહીં એવું પહેલેથી જ વિચારીનેમાંદગીનો ઢોંગ કરેધરમધ્યાનનો ઢોંગ કરેસેવાનો ઢોંગ કરે ને સજ્જન હોવાનો કે મળતાવડા હોવાનો તો પૂરેપૂરો મસ્ત અભિનય કરે. નાની નાની માંદગીમાં આખા ઘરને માથે લઈ લેજે એક જમાનામાં આખા ઘરનો ભાર માથે લઈને ચૂપચાપ કામ કરતા હતા. હવે સંસાર અસાર છે અને ભગવાન સિવાય કોઈ સહારો નથી તેનું વારંવાર રટણ કરીને શું કહેવા માંગે તે એ લોકો જ જાણે. બધું ખાતાંપીતાં ને હરતાંફરતાં પણ, ‘મારાથી તો હવે કંઈ ખવાતું નથી ને હવે તો હું ઘરની બહાર બહુ જતો/જતી નથી’ બોલી બોલીને ઘરનાંને ત્રાસ આપવામાં કોઈ કસર નથી છોડતાં.
તેમાં પણ જ્યારથી પેલું માબાપને ભૂલશો નહીંવાળું સુવાક્ય કે ભજન કોઈએ ચગાવ્યું ત્યારથી તો આખી દુનિયા બગડી ગઈ છે ને દીકરાદીકરી હવે સ્વાર્થી થઈ ગયાં છે ને હવે તો મોત આવે તો સારું ને હવે તો ભગવાન ઊઠાવી લે તો સારું ને બાપ રે.....! કોણ બચાવશે દુનિયાને આવા સિનિયર સિટીઝનોથી જો કરવાં હોય તો ખૂટે નહીં એટલાં કામ પડ્યાં છે કરવા માટે ને સેવા કરવા માટે પણ પછી પેલા હોદ્દાનું શું ?
એ હોદ્દો છિનવાઈ ન જાય એટલે પણ આ બધાં ગતકડાં ચાલુ રાખવાં પડે સમજ્યાં કે નહીં ?
સિનિયર સિટીઝન ડે’ ગઈકાલે જ ગયો ! કેમ કોઈને ખબર ન પડી ?

10 ટિપ્પણીઓ:

  1. કલ્પના (બહેન)ની વાસ્તવ–દૃષ્ટી, સૃષ્ટી !! ૭૨મા વરસે પણ આ વાત વાંચવાનું ગમ્યું.

    વાનપ્રસ્થીને વનમાં નહીં તોય મનમાં (ભીતરમાં) રહેવાનું તો સુઝવું જ જોઈએ. નીવૃત્ત એટલે જેનાં કોઈ વૃત્ત કહેતાં સમાચાર ન હોય તે. પ્રસીદ્ધીથી દુર રહેવાની દાનત નીવૃત્તીનું ભુષણ ગણાય.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર જુભાઈ(દાદા),
      તમે લોકો જે પ્રવૃત્તિ કરો છો તેમાં આવા વડીલો જોડાય તો ગુજરાતીનું રડવા કોણ નવરું પડે ?

      કાઢી નાખો
  2. સવારમાં મેલ મળતાં તરત જ વાંચી ગયો કે આમાં મારા વીશે તો કંઈ નથીને ?
    વાંચીને નીરાંત થઈ કે હાશ ! મારા માટે તો કશું ઘસાતું લખાયું નથી;
    પણ હમઉમ્ર ઘણાં બધાં માટે છે..
    ધન્યવાદ..
    ઉત્તમ મધુ.

    જવાબ આપોકાઢી નાખો
  3. ઉત્તમભાઈ,
    તમારી તો વાત જ ના થાય/કરાય.

    જવાબ આપોકાઢી નાખો
  4. सरस लेख छे कल्पनाबेन. हमो पोणी सदीअे पहोंच्या होवा छतां आपे वर्णवेला (मजाकमां) गुणो हजी पचाव्या नथी जेनुं कारण वांचवानो शोख़ अने समय छे.

    જવાબ આપોકાઢી નાખો
  5. એ તો લેખ વાંચનારા સિ સિ કરે તો જ સારું ને ? થોડા બદલાય તોય ઘણું.

    જવાબ આપોકાઢી નાખો
  6. .ઘરડા ગાંડા કાઢે " એ કથનને ટેકો આપતો લેખ મોટા ભાગના વૃદ્ધોની તરફેણમાં જ લખે છે તમે ચીલો ચાતર્યો છે

    જવાબ આપોકાઢી નાખો