વિજેતાઓને થોડા પ્રશ્નો :
· તમે ચૂંટાઈ ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?
· પ્રજાને તો તમારી પાસેથી ઘણી અપેક્ષાઓ
છે.
અમારી અપેક્ષાઓ પૂરી થઈ; હવે પ્રજાને કહો પાંચ વર્ષ
ધીરજ ધરે.
· પણ તમે તો પ્રચારમાં બહુ વચનો આપેલાં !
અમે ક્યાં ના પાડીએ છીએ ? જરા જીતને પચાવવા તો દો !
· વિરોધપક્ષની કઈ ખામી એમને નડી ?
અમારો વિરોધ કરવાની.
· તમે સ્વચ્છ સરકાર આપશો ?
એ વળી શું ?
· તમારા પ્રધાનો શિસ્ત જાળવશે ?
એક જ વાક્યમાં બે વિરોધી શબ્દો ના મૂકો.
· દેશની પ્રગતિમાં તમે કેટલો ફાળો આપશો ?
ફાળો અમારે નહીં; અમને આપવાનો હોય.
· તમે ગામેગામ ફર્યા, હવે શું ?
હવે એ ગામના લોકો અમારી પાછળપાછળ ફરશે.
· તમને હાર મળત તો પચાવી શકત ?
હાર શબ્દ અમને ગળા પૂરતો જ ખબર છે.
· પ્રજાને કંઈ કહેવું છે તમારે ?
વિપક્ષને ઠેકાણે પાડવા બદલ ધન્યવાદ. હવે તમે તમારે
ઠેકાણે ને અમે અમારે ઠેકાણે.
· જીત બદલ અભિનંદન અને શુભેચ્છાઓ.
અભિનંદન બદલ આભાર અને શુભેચ્છાઓની જેમને જરુર છે,
એમને આપો તો વધારે સારું. અમને તો સૌની શુભેચ્છાઓ ફળી જ છે.
પરાજિતોને થોડા પ્રશ્નો :
· તમે હારી ગયા, હવે શું કરવા માંગો છો ?
હવે ક્યાં કંઈ કરવાનું બાકી રહે છે ?
· પ્રજા પાસેથી તમને શી અપેક્ષાઓ છે ?
બધી અપેક્ષાઓ પહેલાં પણ અમે પ્રજા પાસે જ રાખેલી અને
કાયમ રાખીશું; પણ પ્રજા આટલી ચાલાક નીકળશે એવું નહોતું ધાર્યું.
· પ્રજાને તમે ઘણાં વચનો આપેલાં, તેનું શું
?
સત્તા પર હોઈએ તો કંઈ થઈ શકે અને એમ પણ અમે વચનો
પૂરાં કરવામાં બહુ ઢીલાં પડીએ. પ્રજા ક્યાં સુધી રાહ જુએ ?
· તમને કોણ નડ્યું ?
અમે જ અમને નડ્યાં ! ને બીજું કોણ નડ્યું તે જગજાહેર
છે.
· ધારો કે, તમે જીતી જાત તો સ્વચ્છ સરકાર
આપત ?
એ વળી શું ?
· તમે ગામેગામ ફર્યા ને સભાઓ ભરી, આખરે
તમને શું મળ્યું ?
હજી ઘણાં ગામો બાકી રહી ગયાં ને સભાઓ મોળી પડી, તે
જાણવા મળ્યું.
· તમે હારને પચાવી શકશો ?
હાર પચાવવી તો મુશ્કેલ જ છે; છતાં અમે વારંવાર ભેગા
મળી, આત્મનિરીક્ષણ કરી, હારનું કારણ જાણીને જ જંપીશું. બધા આંકડા મેળવતાં ને
નિષ્કર્ષ પર આવતાં, હાર પચાવીને ફરી બેઠાં થતાં, પાંચ વર્ષ તો જોતજોતામાં નીકળી
જશે ! આ કંઈ પહેલી ને છેલ્લી હાર થોડી જ છે ?
· પ્રજાને કોઈ સંદેશ ?
તમે અમારી સાન ઠેકાણે લાવી છે. અંદરઅંદરના ઝઘડા
મિટાવીને કોઈના પર પણ આધાર રાખ્યા વગર, અમે પાંચ વર્ષની અંદર જ, અમારો એક સબળ નેતા
કે અભિનેતા તૈયાર કરીને જ રહીશું એની ખાતરી રાખજો.
· પાંચ વર્ષનો ગાળો બહુ લાંબો ન કહેવાય ?
પણ હવે વિરોધ પણ શેનો કરીએ ? કંઈ બોલવા જેવું જ નથી
રહ્યું !
· તો પછી તમે પણ વિરોધપક્ષમાં જોડાઈ જાઓ.
બધા ઝઘડા જ ખતમ !
પણ, અમે તો વિરોધ પક્ષમાં જ છીએ ને ?
(હા, ભૂલ્યા, તમે તો ‘વિરોધપક્ષ’માં રહીને
પણ ‘વિરોધીપક્ષ’નું કામ કરી શકો છો. પછી અહીં
રહો કે ત્યાં; શો ફેર પડે છે ? તમને કે દેશને !)
‘જય હિંદ’
A good dialogue with both d parties....This is d common image of politicians.we wish that d days would come when....
જવાબ આપોકાઢી નાખોસરસ લેખ. પણ હવે પરંપરા તૂટશે. જીતેલો પક્ષ ઘણું કરી બતાવશે. :)
જવાબ આપોકાઢી નાખો