પ્રવાસમાં આપણા સહપ્રવાસી બે જાતના હોય. આપણે પસંદ કરેલા એટલે કે, પ્રવાસના વિચારમાત્રથી મનમાં ગોઠવાઈ જનારા, પહેલેથી છેલ્લે સુધી સાથે રહેનારા અને સુખદુ:ખમાં પણ સાથ ન છોડનારા એવા જાણીતા થઈ ગયેલા મિત્રો કે સ્નેહીઓ હોય. બીજા સહપ્રવાસીઓ તદ્દન અજાણ્યા હોય, પણ પ્રવાસમાં ફક્ત સીટ નંબરને કારણે આપણા સહપ્રવાસી બનવાનો લાભ મેળવી જનારા હોય !
ઘણી વાર એવું બને કે, આપણને (એટલે કે, ખાસ તો
સ્ત્રીઓને) અઠવાડિયા– દસ દિવસની છુટ્ટી મળી જાય ને આકાશવાણી થાય કે, ‘જા બચ્ચી,
થોડા દિવસ તું બધી જવાબદારીમાંથી મુક્ત છે. તારે જે ખાવુંપીવું હોય તે ખાઈ–પી લે.
જ્યાં ફરવું હોય ત્યાં ફરી લે. (ભટકી લે.) કોઈ તારા માથા પર નહીં બેસે એની સો ટકા
ગૅરંટી અને તારે કોઈનું ટેન્શન નહીં લેવું પડે એની બસો ટકા ગૅરંટી. ’ આવું વરદાન
અચાનક જ મળી જાય તો ? મળ્યું. મને જ મળ્યું ! અને વરદાન મળતાં જ હું તો આભી બની ગઈ
. કહો કે, ગૂંગી ને બહેરી બની ગઈ. શું કરવું ને ક્યાં જવું (ભટકવા) તે સમજાયું
નહીં. યાદ આવે તો ને ? ધીરે ધીરે મગજ ઠેકાણે આવ્યું, થોડું ઠરીઠામ થયું એટલે
વિચાર્યું કે, ફોરેન જાઉં તો કેમ ? (આપણે તો સીધો હવાઈ કૂદકો જ મારવાનો હોય ને ?)
તે રાત્રે તો, સૂરતથી રાજધાનીમાં દાખલ થતાં જ
વાર. હેમાબહેનમાં તો માતા પ્રવેશ્યાં હોય એમ એમનામાં અનેરું જોશ પ્રગટ્યું. રસ્તામાં
આવતા દરેક અંતરાયને બબડતાં ને હાથના ધક્કાથી બાજુએ ખસેડતાં, એ તો કોઈ રણચંડીની
અદાથી સીટ સુધી પહોંચી ગયાં. ઝપાટાભેર પોતાનું પર્સ બારી પાસેની ખાલી સીટ પર મૂકી
અમારા સામાનને સીટ નીચે ગોઠવવાની મથામણ કરતાં રહ્યાં. જેમતેમ બધો સામાન સીંચીને
વિજયીની અદાથી બે હાથ કમર પર ગોઠવી એમણે મારી સામે જોઈ સ્માઈલ આપ્યું. ‘ચાલો,
પત્યું. ’ ને ફરી એક નજર સામાન પર ને આજુબાજુ, ઉપરનીચે નાંખી સંતોષનો શ્વાસ લીધો.
અચાનક બેબાકળાં બની એમણે ચીસ પાડી, ‘હાય હાય ! મારું પર્સ ?’ કોઈ પણ સ્ત્રીનું
પર્સ ગુમ થાય એટલે એનો આત્મા થોડી જ વારમાં ક્યાંનો ક્યાં ભટકી આવે ! મેં હેમાબહેનના
ભટકતા આત્માને બીજી સીટ પર પડેલા પર્સ પર સ્થિર કર્યો. ‘ આ અહીં કોણે મૂક્યું ?’
મેં ગભરાતાં એક ભાઈ તરફ ઈશારો કર્યો. પેલા ભાઈ તો વગર કારણે તોબરો ચડાવીને
દુનિયાભરનો ભાર પોતાના માથે લઈ બેઠેલા તે બોલ્યા, ‘ આ મારી સીટ છે. ’
ખલાસ ! આવી બન્યું ! ‘ હા, તે મેં ક્યાં ના પાડી
? તમે જોઈએ તો તમારી સીટ પર બેસજો, સૂઈ જજો, નાચજો, કૂદજો ને ઘરે પણ લઈ જજો. મેં
બે ઘડી પર્સ મૂક્યું તો કયો દલ્લો લૂટાઈ ગયો ?’ હેમાબહેનનો આત્મા બેકાબૂ બન્યો.
પરિસ્થિતિ બેકાબૂ ન બને એટલે મેં હેમાબહેનનો હાથ દાબ્યો. પેલા ભાઈ પણ સીટ બાબતે
કંઈ સાંભળવા તૈયાર નહોતા.
‘મેં તો બે મહિના પહેલાં સીટ બુક કરાવેલી. ’
‘અમે તો આખી બોગી જ બુક કરવાના હતાં. અમને હતું
જ કે, તમારા જેવા કોઈ ને કોઈ તો ભટકાવાના જ છે પણ આ બહેને ના પાડી. ’ હેમાબહેને તો
ઝઘડામાં મને સંડોવી. હું તો ગભરાઈને આમતેમ ફાંફાં મારવા લાગી. આખરે પેલા ભાઈના
પાડોશીએ એમને સમજાવી શાંત પાડ્યા, ‘હવે બેસી ગયા ને ? જવા દો, બહેનો સાથે ક્યાં
જીભાજોડી કરો છો ?’ (‘પહોંચી નહીં વળાય, માંડી વાળો. ’ બોલવાનું એમણે ટાળ્યું એવું
મને કેમ લાગ્યું ?) ખેર, વાત પતી ગઈ આખરે.
થોડી વારમાં ટ્રેન શરુ થઈ અને બધાંએ એકબીજાની
સામે ને સીટની ઉપરનીચે ને આજુબાજુ જોવાનું શરુ કર્યું. કામ તો કંઈ હતું નહીં. પેલા
સીટવાળા ભાઈ સિવાય બધા પોતપોતાની વાતે લાગ્યા. ગંભીર ચહેરે એ ભાઈએ તો શર્ટ ને
પૅંટના ખિસામાંથી વારાફરતી ત્રણ મોબાઈલ કાઢી, એક પછી એક મોબાઈલ પર નંબર લગાવી
મોટેમોટેથી મોટીમોટી વાતો ફેંકવા માંડી. (કદાચ એ સાચો હોય તો પણ પરિસ્થિતિ અને
એનું મોં એવું હતું કે, એ હેમાબહેન પર રુઆબ છાંટવા માંગતો હોય એવું જ લાગે.)
હેમાબહેનના ચહેરાની રેખાઓ તંગ થવા માંડતાં મેં મારા સ્વભાવ વિરુદ્ધ પેલા ભાઈને
અમસ્તું જ પૂછ્યું, ‘ક્યાં જવાના– દિલ્હી ?’
એ ભાઈ પણ હેમાબહેન જેવા જ નીકળ્યા ! વાતમાં શૂરા
! એક જ સવાલનો એક જ જવાબ અને તે પણ એક જ અક્ષરમાં કે ડોકું ધુણાવીને આપવામાં એ
નો’તા માનતા ! લાંબા પ્રવાસમાં આવી ટુંકાક્ષરી રમતમાં મજા ન આવે, એ મને અંતાક્ષરી જેવી લાંબી લાંબી વાતોમાં
જાણવા મળ્યું. એ ભાઈ સૂરતની કોઈ ટેક્સટાઈલ માર્કેટમાં સાડીની દુકાન ધરાવતા હતા.
પત્યું ? હેમાબહેનનો આખો મિજાજ બદલાઈ ગયો.
‘સૂરતની કઈ માર્કેટમાં તમારી સાડીની દુકાન છે ?’
જાણે કંઈ બન્યું જ ન હોય એમ હસતાં હસતાં (!) ઉમેર્યું, ‘અમે આવીએ તો અમને સસ્તામાં
સાડી મળે ? (‘તમને તો નહીં જ આપું.’ એવું પેલા ભાઈએ વિચાર્યું હશે.) અમારી સાથે
પાડોશણોને, મિત્રોને, સગાંઓને લાવીએ તો બધાંને તમે સસ્તી સાડી આપો ? સાડી ન ગમે તો
બદલી આપો ? કેટલાથી કેટલા સુધીની રેઈન્જ છે ? વર્કવાળી રાખો કે ? ડેઈલી વેરની પણ
મળે ? (કોની સાથે વેર વાળવું છે ?) સૂટનું કાપડ બીજે કેવું મળે ?........’ એમના
પ્રશ્નોનો છેડો પકડવામાં મને સરિયામ નિષ્ફળતા જ મળી. પેલા ભાઈ તો હેમાબહેનને ટપે
તેવા નીકળ્યા ! પોતાની દુકાન ને માર્કેટ ને સૂરત ને દિલ્હીની વાતે જે
લાગ્યા....લાગ્યા....લાગ્યા.... તે ઠે....ઠ દિલ્હી આવ્યું ત્યાં સુધી એ લોકોની
વાતો ચાલી. વચ્ચે વચ્ચે જો કે બાકીના સહપ્રવાસીઓ પણ સગવડ ને રસ મુજબ વાતોમાં આવ–જા
કરતા રહ્યા. એ દરમિયાન મેં તો શાંતિથી મારું જમવાનું, ઊંઘવાનું ને વાંચવાનું
પતાવ્યું. ટિકિટના પૈસા પણ વસૂલ કરવાના કે નહીં ? એમ તો એ લોકો પણ જમ્યા, પણ શું
જમ્યા તે એ લોકો જ જાણે !
ટ્રેનની સફરનો મજાનો અનુભવ લીધા પછી સ્વાભાવિક
છે કે, હવાઈ સફરની મજા માણવાનું મન થાય. ને કેમ નહીં ? જો બગાસું ખાતાં મોંમાં
પતાસું જ પડવાનું હોય તો હવાઈ સફરમાં શું ખોટું ? એ વાત ફરી કોઈ વાર.
બહેનો સાથે ક્યાં જીભાજોડી કરો છો ?’ (‘પહોંચી નહીં વળાય, માંડી વાળો. ’ બોલવાનું એમણે ટાળ્યું એવું મને કેમ લાગ્યું ?) ખેર, વાત પતી ગઈ આખરે. waah...
જવાબ આપોકાઢી નાખોસરસ, સમયોચિત લેખપસંદગી. આપણી આજબાજુ રોજ ગરબા લેતાં હેમાબહેનને તમે સારાં પકડી લીધા...
જવાબ આપોકાઢી નાખોઅરુણા જાડેજા
Vah...vah...enjoyed each and every sentence..wishing you more travels....
જવાબ આપોકાઢી નાખો