વર્ષો પહેલાં ઈંદીરા ગાંધી અમારા નાનકડા ગામમાં
આવીને સભા ગજવી ગયેલાં. ત્યારથી માંડીને આજ સુધી, અમારા ગામના બધા વોટ કૉંગ્રેસને
જ મળતા રહ્યા ! ભલે ને પછી અમારા ગામના ઉમેદવાર ગમે તે, કે ગમે તેવા કેમ ન હોય !
થોડા સમયથી જાગેલા બીજા પક્ષના ઉમેદવારો પણ અહીં આવતા થયા અને ખરો ચૂંટણીનો માહોલ
જામતો ગયો. આ વર્ષે તો વળી ત્રીજો પક્ષ પણ મેદાનમાં આવ્યો છે, પણ અહીંની માટીમાં
મૂળિયાં જમાવતાં કદાચ એને વાર લાગે. ખેર, ગામડાંઓમાં ખેતમજૂરોની સંખ્યાનું પ્રમાણ
વધુ હોવાથી એમની નિરક્ષરતાનો, ગરીબીનો અને બૂરી આદતોનો ગેરલાભ ઉઠાવીને નેતાઓ પાંચ
વર્ષ માટે પાછા સૂઈ જાય છે.
કેમ છો માસી ? તમે તો મને સારી રીતે ઓળખો જ છો. આપણું નિશાન ઘોડો છે. તમારે મને જ મત આપવાનો છે હં ! હું જીતી જઈશ; તો તમારે જ્યારે પણ કશે ફરવા જવું હોય, ચિંતા નહીં કરતાં. મને એક ફોન કરી દેજો. તમારે માટે આપણો ઘોડો, એટલે કે રિક્ષા હાજર કરી દઈશ. મત આપવા જાઓ, ત્યારે હું આપું તે નવી સાડી પહેરીને જ મત આપવા જજો. બીજા કોઈ ગધેડાને કે કૂતરાને તમારે મત નથી આપવાનો. યાદ રાખજો, આપણું નિશાન ઘોડો છે. ’
‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું ગધેડો છું. અરે સૉરી, મારું નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે, ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે. ગધ્ધાવૈતરું કોને કહેવાય તે તમારાથી વધારે કોને ખબર ? હું જીતીશ તો ગધેડાની જેમ કામ કરીશ. તમારા જેવા લોકોના જીવનમાં બદલાવ લાવીશ. તમારા હકની લડાઈ હું લડીશ અને તમને બધી સગવડ મળે તેનું ધ્યાન રાખીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ઊભી પૂંછડીએ ભાગી જાય. કૂતરાનું કામ તો ખાલી ભસવાનું, કામ કરે ત્યારે ખરા ને ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં ! એટલે નીચી મૂંડીએ; ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે એ તમારા સિવાય કોણ સારું સમજી શકે ? યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે. એક સાડી કે થોડા રુપિયા તમને કેટલા દિવસ ચાલશે તે વિચારજો. ચાલો ત્યારે. રજા લઉં. ’
અમારે ત્યાં દેવુબેન કામ કરે છે. ચૂંટણી એમને મન કોઈ તહેવારથી કમ નહીં. મતદાનને દિવસે તો સજીધજીને ખુશખુશાલ ચહેરે આવે. ‘દેવુબેન, કોને વોટ આપવાના ?’ અમે પૂછીએ. ‘તમે કે’ઓ, કોને આપું ?’ .....! હવે આટલી ભોળી પ્રજા હોય પછી શાસક કેવા હોવાના ?
આ વર્ષે તો, એમના ફળિયાના ત્રણ ઉમેદવારોએ દિવસો અગાઉથી દેવુબેનની ખબર રાખવા માંડેલી. જેમનું નિશાન ઘોડો હતું, તે ભાઈ એક દિવસ એમને વહાલા થવા આવ્યા.
દેવુબેનને થયું કે, આ ભાઈ બહુ ભલા છે ને બહુ
સારા લાગે છે. એમણે તો મનમાં ને મનમાં ઘોડા દોડાવવા માંડ્યા કે, રિક્ષામાં બેસીને
ક્યાં ક્યાં ફરવા જાઉં ? આમેય હવે ચાલતાં જવામાં રસ્તા પર જોખમ રહે છે, એના કરતાં
રિક્ષામાં શાંતિથી જવાશે અને લોકોમાં વટ પડશે તે જુદો ! એમણે નક્કી કરી નાંખ્યું
કે, મત તો ઘોડાને જ.
બીજે દિવસે ગધેડાના નિશાનવાળા ભાઈ દેવુબેનને લાત
મારવાને બદલે પગે પડતા આવ્યા ! દેવુબેન તો ગળગળાં થઈ ગયાં. ‘ભાઈ, જીવતો રે’ ને હો
વરહનો થા. ’
‘બસ માસી, તમારા આશીર્વાદ જોઈએ. હું ગધેડો છું. અરે સૉરી, મારું નિશાન ગધેડો છે. તમે તો જાણો છો કે, ગધેડાને લોકો માનથી નથી જોતાં, પણ કામમાં તો ગધેડો જ આવે છે. ગધ્ધાવૈતરું કોને કહેવાય તે તમારાથી વધારે કોને ખબર ? હું જીતીશ તો ગધેડાની જેમ કામ કરીશ. તમારા જેવા લોકોના જીવનમાં બદલાવ લાવીશ. તમારા હકની લડાઈ હું લડીશ અને તમને બધી સગવડ મળે તેનું ધ્યાન રાખીશ. ઘોડા તો બધા દેખાવના સારા હોય. બહારથી બધો દેખાડો કરે ને વખત આવ્યે ઊભી પૂંછડીએ ભાગી જાય. કૂતરાનું કામ તો ખાલી ભસવાનું, કામ કરે ત્યારે ખરા ને ક્યારે કરડી બેસે કંઈ કહેવાય નહીં ! એટલે નીચી મૂંડીએ; ચૂપચાપ પોતાનું કામ કરીને, માલિકને વફાદાર રહેવામાં ગધેડા જ શ્રેષ્ઠ છે એ તમારા સિવાય કોણ સારું સમજી શકે ? યાદ રાખજો, આપણું નિશાન ગધેડો છે. એક સાડી કે થોડા રુપિયા તમને કેટલા દિવસ ચાલશે તે વિચારજો. ચાલો ત્યારે. રજા લઉં. ’
ગધેડાના (ઉમેદવારના ) ગયા પછી દેવુબેન વિચારમાં
પડ્યાં. ‘આની વાત સો ટકા સાચી. પેલો ઘોડો મને કેટલા દા’ડા રિક્ષામાં ફેરવવાનો ? ને
સાડીની મને ક્યાં નવાઈ છે ? એના કરતાં મારા આ જાતભાઈને જ મત આપીશ. મને કામ તો
આવશે. ’ દેવુબેનનો વિચાર ફેરવાઈ ગયો.
હવે ત્રીજો ઉમેદવાર જેનું નિશાન કૂતરો હતું, તે
એક દિવસ લપાતો–છુપાતો દેવુબેનના ઘરમાં દાખલ થઈ ગયો. દેવુબેન એને હડ હડ કરે તે
પહેલાં તો એ દેવુબેનના ચરણોમાં આળોટી પડ્યો ને દેવુબેને એને ઊભો કર્યો ત્યારે જ
ઊભો થયો ! દેવુબેન તો બિચારાં ભાવનાં ભૂખ્યાં એટલે પેલા પૂંછડી પટપટાવનારને
પ્રેમથી પાસે બેસાડ્યો.
‘માસી, આપણું નિશાન કૂતરો છે. કૂતરાની માલિક
પ્રત્યેની વફાદારી મારે તમને સમજાવવી ન પડે. કૂતરાને ભરોસે માલિક નિરાંતે સૂએ અને
પોતાનું ઘર પણ એના ભરોસે મૂકી જાય. તમે જ છો જે આ વાતને બરાબર સમજી શકે. કોઈ ઘોડા
કે ગધેડાને ભરોસે ઘર નથી છોડતું. મારા કહેવાનો મતલબ એટલો જ કે, ઘોડા કે ગધેડા
કરતાં કૂતરા પર ભરોસો રાખવો વધારે સારો. તમારું શું કહેવું છે ?’
દેવુબેનને પણ વાતમાં દમ લાગતાં એમણે ડોકું
ધુણાવ્યું. જ્યાં આપણી કદર થતી હોય, આપણા ઉપર ભરોસો મૂકાતો હોય, તે જ સાચું, બીજું
બધું ખોટું. દેવુબેને તો પેલા લાળ ટપકાવતા ભાઈનો ખભો થાબડી ભરોસો આપતાં કહ્યું,
‘આપણે તને મત આપ્યો જા. ’ ને પેલા ભાઈ તો હરખાતા હરખાતા પૂંછડી પટપટાવતા નીકળી
ગયા.
પેલા ત્રણેય ઉમેદવાર રોજ દેવુબેનને યાદ કરાવે
છે, ‘મત તો આપણને જ હં ! જોજો. ’ દેવુબેન બરાબરના ગૂંચવાયાં છે. ઘડીક આ સારો લાગે
તો ઘડીક પેલો. થોડી વાર રહી વળી ત્રીજાની યાદ આવી જાય તો એ સારો લાગે ! આજકાલ તો
એમને ઊંઘમાં પણ, ‘માસી ઘોડો..’, ‘માસી ગધેડો...’, ‘માસી કૂતરો...’ સંભળાયા કરે છે
! માસી તો ત્રાસી ગયાં છે. ‘શું કરવું ? ત્રણેયના ફાયદા છે તેવા ગેરફાયદા પણ છે.
કંઈ સમજાતું નથી. ’ માસીએ મનમાં નક્કી કરી લીધું છે, ત્રણેયના નામ પર ચોકડી !
(લાગે છે કે, માસીને નક્કી પેલા ‘નોટા’ના વિકલ્પની જાણ થઈ ગઈ છે. બાકી, કાયમ સાડી
ને પૈસા (બાટલી સહિત !) લેનાર અને પૂરી નિષ્ઠાથી વોટ કરનાર દેવુબેન આવો નિર્ણય કરે
ખરાં ?)
(તસવીરો નેટ પરથી લીધી છે.)
(તસવીરો નેટ પરથી લીધી છે.)
Liked the contents.
જવાબ આપોકાઢી નાખોThanks for including my name in posting list.
DrBharat Desai,Bilimora
Very hilarious and interesting.
જવાબ આપોકાઢી નાખોThank you.
Regards,
Sanjay.
Nice. Thanks for sharing. I really enjoyed your articles on your blog.
જવાબ આપોકાઢી નાખોThanks,
Keep writing, keep sharing,
Hiral
સાદો, સરળ અને ખુબ અસરકારક લેખ. વાંચવાની મજા આવી.
જવાબ આપોકાઢી નાખોWELL SAID....GOOD ONE .....TO THE POINT!!!
જવાબ આપોકાઢી નાખોYOU HAVE SAID ALL...... WITH WINK ;))
BHUPENDRA JESRANI
vah...Kalpanaben...umedvarona nishan upar sari thekdi kari chhe...bhala-bhola mansoni kevi munzvan!...keep it on..
જવાબ આપોકાઢી નાખોખૂબ જ સરસ.
જવાબ આપોકાઢી નાખોKALPANABEN,
જવાબ આપોકાઢી નાખોENJOYED READING "Hun Gadhedo Chhun".
Thanks & Regards,
HASMUKH ADHIA
India first requires discipline.
જવાબ આપોકાઢી નાખો