અનાવિલ સ્ત્રીઓ સામાન્ય રીતે જબરી, આખાબોલી અને
કોઈનું હાંભરી નીં લેય પણ મો’ળા પર ચોપડાવી દેય એવી ગણાય. (એવુ મને હો કોઈએ મો’ળા પર
ચોપળાવેલું !) મારે તો કેવુ કે, દર વખતે પોતાના વખાણ કરવાના નીં ઓ’ય, કોઈ વાર હાચી વાત હો હામે લાવવી પડે, એટલે મેં એ વાત ચૂપચાપ સ્વીકારેલી. જોકે, પછીથી મેં
ધ્યાનથી જોયલું ને હાંભરેલુ તો, દરેક જાત કે ધરમની સ્ત્રીઓને એકબીજા હારુ આવુ જ કે’તા હાંભરેલી ! હાસ, ત્યારે મારા દિલ પરનો ભાર કંઈ કેટલો બધો ઓછો થઈ ગયલો. તો પછી એવું તે હું થીયુ કે, અમારા તોણમાંથી કોઈથી હો ગાઈડની હામે એક અક્સર હો નીં બોલાયો ? પરદેસમાં ઉતા એટલે ? કે અમારો વાંક ઉતો એટલે ? જોકે, વાંક ઓ’ય તો હો કોઈનુ નીં હાંભરનારાં અમે અમારી જાત જણાવવા માંગતા નીં ઉતા એટલે જ કદાચ ચૂપ ઉતા ! અ’મણા ઘરનાં ઓ’તે તો અમારા પર તૂટી જ પડતે ને કે, ‘ઘરમાં તો બો ઓ’સિયારી મારે તે અ’વે તારી ઓ’સિયારી કાં ગઈ ?’ એટલે અમે એકલાં જ નીકરેલા તે જ હારુ થયલુ.
ખેર, ગાઈડે પહેલું સ્ટૉપ કર્યું એક સૂમસાન
જગ્યાએ. અમારા સિવાય ત્યાં બીજા ઘણા ટુરિસ્ટો હતા પણ તે સિવાય ત્યાંના સ્થાનિક કોઈ
નહીં. ત્યાં હતી ખુલ્લી વેરાન, વિશાળ જગ્યા ને લાંબા લાંબા ગોળ તોતિંગ થાંભલાની
હાર તથા મોટા મોટા જેમતેમ પડેલા પથ્થરો–શિલાઓ ને છૂટક છૂટક ઊગી નીકળેલું ઘાસ !
સાથે આવેલા લોકો તો ગાડીમાંથી ઉતરતાં જ હોંશે હોંશે ફોટા પણ પાડવા માંડ્યા ને હાથ
લાંબા કરીને એકબીજાને, દૂર દૂર કંઈ બતાવવા પણ માંડ્યાં. હું તો જોતી જ રહી ગઈ. મેં
બંને બહેનો આગળ ફરિયાદ કરી, ‘આ હું ? આવી જગ્યા ? આમાં એવું તે હું છે કે, ખાસ
અઢાર કિલોમીટર દૂર હુધી આપણે લાંબા થીયા ? અમથા જ દોડી દોડીને ને ભૂખા ર’ઈને આઈવા ને
પેલાની બે હાંભરી તે જુદી.’ ‘ઊભી રે’, તને એમાં હમજ નીં પડે. આ તો બધી જુના
જમાનાની સાઈટ છે. આ આખ્ખુ પર્જ સહેર એક જમાનામાં ટર્કીનું સુંદરમાં સુંદર સહેર
ઊતુ. ભૂકંપમાં તદ્દન ખલાસ થઈ ગયલુ પણ આ બધા અવસેસ ર’ઈ ગયલા તે જોવા ને જાણવા લોકો
અં’ઈ આવે, હમજ પડી ?’
‘એટલે જ મેં તમને લોકોને પેલ્લા જ ના પાડેલી કે,
મને નોં લઈ જાઓ. આ બધામાં મને કંઈ હમજણ હો નીં પડે ને મને કંઈ મજા હો નીં આવે. અવે
ઉં હું કરા ? ઉં તો એક બાજુ જઈને બેહી જાઉં, તમે ફઈરા કરો.’ મેં નારાજ થઈને
કહ્યું.
‘અરે, તુ આવ તો ખરી. આ બધામાં તો બો વાર્તા
છુપાયેલી ઓ’ય ને જાતજાતનુ બો જાણવા હો મલે. કંઈ નીં તો આ બધા ટુરિસ્ટોને જોયા
કરજે. તને એમાં રસ પડહે. ચાલ ચાલ, અં’ઈ બેહીને હું કરવાની ?’
મેં કમને એ લોકોની સાથે ચાલવા માંડ્યું. ઈતિહાસ
સાથે મારે કોણ જાણે કયા જનમનું વેર તે એનું નામ પડે ને હું મોં બગાડું. આ બધું યાદ
રાખીને કે યાદ કરીને શું મળે ? ભઈ, કોઈ રાજાએ આ શહેર વસાવ્યું હશે ને બહુ સારો ને
શોખીન હશે તો પ્રજાને પણ બધી સગવડો પૂરી પાડી હશે તેનું શું ? આપણે કેમ એ બધું
જાણવાનું ને યાદ રાખવાનું ? પાછાં નામ તો આપણાથી બોલાય પણ નહીં તેવાં, તો યાદ તો
ક્યાંથી રહે ? મારા સિવાય આ બધાંને, આ બધા ભૂતકાળમાં રસ છે ને બધાં પાછાં કાન
દઈને, મોં વકાસીને ગાઈડની બધી વાતો કે વાર્તા, કોણ જાણે તેય ધ્યાન દઈને સાંભળે છે
! મેં તો બાઘાની જેમ સાથે સાથે ચાલ્યા કર્યું. જ્યાં બધાં ઊભા રહે ત્યાં ઊભી રહી
જાઉં ને ચાલતાં થાય ત્યારે હુંય ચાલતી થાઉં.
વચ્ચે વચ્ચે કાન પર થોડી વાતો પડતી રહી તેમાંથી
એટલું સમજાયું કે, આ પર્જ તો અક્સુ નામના નાનકડા શહેર જેવા ગામડાનું પાડોશી અને
કેસ્ટ્રોસ નદીના કિનારાનું સમૃધ્ધ બંદર હતું. રોમનોના રાજ દરમિયાન અહીં સુંદર
બાંધકામો થયાં અને તેમાં વિશાળ સ્ટેડિયમ તથા થિએટરના અવશેષો આજે પણ જોવાલાયક ગણાય
છે. બીજા પણ કેટલાય બાંધકામો થયેલાં પણ ભૂકંપમાં બહુ જુજ અવશેષો બચ્યા જેને જોવા
લોકો અહીં સુધી લાંબા થાય છે. જોકે સ્ટેડિયમમાં તો અમે પણ ફરી આવ્યાં ને થોડાં
પગથિયાં ચડીને નિરાંતે થોડી વાર બેસવાનો લહાવો પણ લીધો. કદાચ તાળીઓની ગૂંજ પણ
સંભળાયેલી કે શું ? બધે નજર ફેરવતાં, ત્યારના બાંધકામ માટે અહોભાવ તો થયો જ કે, બાર
હજાર લોકોને સમાવતા, સદીઓ જૂના આ સ્ટેડિયમને બાંધ્યું કઈ રીતે હશે ? ટેકનોલૉજીની
કમાલ તો આજે છે, ત્યારે એવા તે કેવા ગજબના કારીગરો હશે કે દુનિયાભરના લોકો ખાસ આ
બધું જોવા આવે છે ? લાગે છે કે, મને પણ ઈતિહાસમાં થોડો રસ પડતો જશે.
જોકે, આખા નગરમાં રાજાની જેમ નહીં પણ પ્રવાસીની
જેમ ફરવાનું એટલે કેટલું બધું ચાલવાનું ? ને તેય ઉબડખાબડ જમીન હોય, જ્યાં ને ત્યાં
પથરા હોય, ગમે ત્યાં પગથિયાં ચડવાનાં આવી જાય તો કશેક ઢાળ ઉતરવાના આવે પણ એ બધી
મજા લઈએ તો ફરવાની મજા તો આવે તેની ના કેમ કહેવાય ? વાતો કરતાં ને મસ્તી કરતાં,
ફક્ત ગુજરાતીમાં મોટે મોટેથી વાત કરવાની આઝાદી મેળવી ચૂકેલાં અમે પર્જ શહેરમાં
ફરતાં હતાં. ત્યાંથી ગાઈડ એક એવી જગ્યાએ લઈ ગયો જે જોઈને સૌ છક થઈ ગયા. રોમન સ્નાનવિધિ
જે દુનિયાભરમાં પ્રસિધ્ધ છે અને એ લાંબી વિધિની પાછળ કરુણ કહાણી પણ છે તેની વાત
આવતા હપ્તામાં. એમ તો, ઈતિહાસમાં કરુણ કથાઓ પણ બહુ આવે ! બાકી તો, ખાધું, પીધું ને
રાજ કીધુંમાં કેટલોક રસ પડે ? કદાચ એટલે જ ઈતિહાસમાં જીવનના સઘળા રસ મળી રહે ને
એટલે જ ઈતિહાસમાં બહુ લોકોને રસ પડતો હોય ને એટલે જ મારે પણ ઈતિહાસમાં રસ લેવો
જોઈએ. જોઉં, આગળ ઉપર કેવોક રસ જાગે છે ! આગળ ચાલતાં અંજુ ને પારુલના શબ્દો કાને
પડ્યા, ‘આપણે બહાર નીકળીને દાડમનો રસ પીવાનો છે. અહીંના દાડમ બહુ વખણાય છે.’ ખરો જીવનરસ તો આ !
કલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોતમારું 'લપ્પન છપ્પન' બે વર્ષનું થયું તે બદલ તમને ખુબ ખુબ અભિનંદન! ફરવાની એટલે કે વાંચવાની મજા આવી, પણ ગાઈડ ની બોલતી બંધ કેમ થઈ તે તો લખ્યું જ નહીં. :)
પલ્લવી
એમાં એવું છે કે, આપણે ફરતાં ફરતાં વાત કરીએ તો વધારે મજા પડે એટલે હજી એકાદ બે રવિવાર જવા દેઓ નીં.
કાઢી નાખોશુભેચ્છા બદલ આભાર.
લપ્પન - છપ્પનમાં બે વરસમાં તમે આપણી ભાષામાં સુંદર જમાવટ કરીને રવીવારોને હળવા ફૂલ કરી બતાવ્યા , ધન્યવાદ
જવાબ આપોકાઢી નાખો' મમતા ' માટે શરૂઆતમાં મધુ રાયે દરેક પ્રદેશની તળપદી બોલીમાં લખાયેલી વાર્તાઓ મંગાવેલી , તેમાં એકાદ સુંદર કાઠીયાવાડી વાર્તા એમને મળેલી
મેં મારી વાર્તા ' કોને ખબર કેમમાં ' એક પાત્ર પાસે આપણી ભાષામાં સંવાદ બોલાવેલા , પણ તમે ધારો તો કદાચ આપણી બોલીમાં સરસ વાર્તા લખી શકો , હું કેવ ?
- અશ્વિન દેસાઈ ઓસ્ટ્રેલીયા
આભાર અસ્વિનભાઈ,
કાઢી નાખોમેં પે’લ્લા જ કે’યુ કે, તમારા જેવા મિત્રોનો તો બો મોટો હાથ છે આ બ્લૉગને આગળ ધકેલવામાં. બિરેનભાઈએ બ્લૉગ સરૂ કરવામાં ને ઉત્તમસરજીએ ફોન પર ગુજરાતી ટાઈપિંગ હીખવાડવામાં કરેલી મદદનું પરિણામ મારા હારુ તો રવિવારની મોજ સમાન છે. અ’વે
વાર્તાનું તો વિચારી જોમ, આ વાંચીને કંઈ જોમ ચડે તો ! આભાર.
કલ્પના દેહાઈ
વ્હાલાં કલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોમને ખબર નહોતી કે તમે અનાવિલ છો! મજા આવી ગઈ વાંચવાની.
કુશળ હશો.
જયશ્રી મર્ચન્ટ
આભાર જયશ્રીબેન,
કાઢી નાખોમને હો લઈખા પછી જ ખબર પડી કે, આ બોલીની મીઠાસ જ બધાને ગમતી છે. બાકી અમે તો મારફાડ–છોડાફાડ બોલવાવારા !
આભાર.
કલ્પનાબેન,તમારો બ્લોગ અચાનક એમ જ મળી ગયો અને મારી એટલે કે આપણા બધા ની પોતાની સુરતી બોલી માં લખાયેલુ આટલું બધું લખેલું જોઇને સુખદ આશ્ચર્ય સાથે ખુબ જ મજા આવી વાંચવા ની.એટલકે વાંચવા ની બો મજા આવી...થેંક યુ.
જવાબ આપોકાઢી નાખોલઈખુ તે તો બો હારુ કઈરુ. વાંચતા રે’જો, બીજુ હું?
જવાબ આપોકાઢી નાખો