‘ટર્કી જવુ છે ?’ એક બપોરે નાની બહેન અંજુનો ફોન
આવ્યો.
‘કેમ રે ! મજાક કરે છે ? ટરકી એટલે ? મારો અ’મણા
ટરકી જવાનો કોઈ ઈરાદો નથી. મારે તો અ’જુ જીવવું છે. અ’જુ કેટલુ બધુ લખવાનુ હો બાકી
છે.’
‘ટર્કી એટલે તુર્કી..તુર્કસ્તાન. હિન્દુસ્તાન,
પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉઝબેકિસ્તાન જેવા જે દેશ છે ને તેવો એક દેશ. અ’વે હમજી ? તુ
જે હમજે છે તે નીં, હું...?’
‘અચ્છા અચ્છા, ટર્કી ફરવા જવાની વાત છે. તો એમ
કે’ નીં. મને એમ કે ટરકી જવાના એટલે આપણામાં બોલે ને ઉપર પોં’ચી જવાના, તે હમજી ઉં
તો.’
‘એક તુ ને તારા બીજા બીજા અર્થો. કાયમ જ ક’ઈએ
કંઈ ને હમજે કંઈ. ચાલ મૂળ વાત પર આવ. ટર્કી જવુ છે કે નીં ?’
‘અરે, પણ તુ અચાનક જ આમ ફોન કરે ને કે’ કે,
ટર્કી જવુ છે તો ઉં હું જવાબ આપુ ? આ કંઈ પિક્ચર જોવા જવાની વાત ઓ’ય કે બજાર જવા
જેવી હેલ્લી વાત ઓ’ય તેમ તુ તો ફોન કરે કે, ટર્કી જવુ છે ? કે’ દા’ડે જવાનાં,
કેટલા દા’ડા હારુ જવાનાં ને કોની હાથે જવાનાં તે જાણવુ પડે ને મુખ્ય વાત તો પૈહા
કેટલા થહે ? ઘરમાં વાત કરવાની, બધાનાં કામની ને ખાવાપીવાની ગોઠવણ કરવાની કે એમ જ
નીકરી પડવાનુ ? વિચાર કરવા હારુ બે ચાર દા’ડા આપ પછી કે’ઉં તને.’
‘ભઈ, તુ ભલે મોટીબેન ર’ઈ પણ આમ મને લેવડાટ નોં
(ગુસ્સો નહીં કર). આ બધુ તો મને હો ખબર જ
ને વરી. આ તો પે’લ્લા પૂછી જોઉં, પછી તારી મરજી ઓ’ય તો વાત આગળ વધારીએ એમ. આ બધુ
તો, નક્કી થાય તો જ વિચારવાનુ છે ને ? જો ઘરમાં વાત કર ને પછી કાલે મને ફોન કરજે.
ઉં તાં હુધીમાં પારૂલને હો પૂછી મૂકુ.’ અંજુથી નાની બહેન તે પારૂલ.
ફરવા જવાની વાત આવે ને ત્યારે મનમાં પહેલાં તો
ઘોડા દોડતા, પણ હવે જમાનો બદલાતાં કાર, બસ કે ટ્રેન દોડવા માંડે અથવા કોઈ કોઈ વાર
તો પ્લેન જ ઊડવા માંડે ! ટર્કી જવાનું તો પ્લેનમાં જ એટલે મેં મનમાં પ્લેનને જ ઊડવા
દીધું. ચાલો, વળી એક પ્રવાસની તૈયારી થવાની ? મજા આવશે. પ્રવાસ તો દરેકે કરવો જ
જોઈએ. એ શું એકસરખી જિંદગી જીવ્યે જવાની ? પ્રવાસથી મન પ્રસન્ન થાય, નવા નવા
વિચારો આવે, નવા લોકો ને નવો પ્રદેશ જોવા મળે. નવી ભાષા જાણવા મળે, ભલે ને સમજણ
પડે કે નહીં તે પછીની વાત છે. પ્રવાસથી મનમાં નવો ઉત્સાહ જાગે ને થોડા દિવસ માટે
પણ કંટાળાજનક એકના એક દિવસોથી (ને લોકોથી) મુક્તિ મળે તે તો અનુભવેલી હકીકત છે.
મેં તો નક્કી જ કર્યું છે કે, હવે તો ઉપર જવા પહેલાંના જેટલા દિવસો કે વર્ષો બાકી
છે, તેટલામાં જ્યારે જ્યારે પ્રવાસની આવી ઓફર સામેથી આવે કે વધારે ઝંઝટ કર્યા વગર
સ્વીકારી જ લેવી. આટલાં વર્ષો ‘પછી જઈશું’ની રાહ જોવામાં કાઢ્યા, તો એ પછીય કેટલાં
વર્ષો એમ જ પસાર થઈ ગયા અને છેલ્લાં વર્ષોમાં જે ગણેલા પ્રવાસો કર્યા તે એટલા બધા
આનંદદાયક રહેલા કે ઘરે પાછાં ફરવાનું મન નહોતું થયું !
ખેર, પાછી આવી ગયેલી તે પણ કોઈ બીજા નવા પ્રવાસ
માટે જ હશે. નહીં તો, વર્ષો એક જ જગ્યાએ રહીને કંટાળી જ જાત ને ? હવે ? ઘરમાં
મુખ્ય માણસને જણાવીશ એટલે પહેલાં તો મારી મશ્કરી જ કરશે, ‘આ વખતે કોણ નવરુ પઈડુ
તારા હારુ ? પલ્લવીબેન તો ટર્કી ગયેલા છે.’(જોગાનુજોગ ! મને તો એમણે બહુ આગ્રહ
કરેલો પણ દુ:ખી હૃદયે મેં ના કહેલી. બિચારાં મારી કંપની વગર એકલાં જ ગયેલાં. જોકે,
ત્યાં એમની સાથે મોટું ગ્રૂપ હતું પણ તોય મારી સાથે એમને વધારે મજા આવતે, એવું
એમનું કહેવું ને મારું માનવું હતું.)
પછી હું ઘરમાં ધીરે રહીને એમને સમજાવીશ કે,
‘અંજુ ને પારૂલ ટર્કી જવાનાં છે તે મને પૂછવા હારુ ફોન આવેલો. અમે તોણ બેનો કોઈ
દા’ડો આમ એખલી કેથે લાંબા પ્રવાસે ગઈ જ નથી. તમે લોકો થોડા દા’ડા ઘર ને ખાવાપીવાની
હગવડ (કે અગવડ) હાચવી લેતા ઓ’ય તો અમે દહ બાર દા’ડા ફરી આવીએ.’ આટલી સારી રીતે
કહ્યું હોય એટલે ના પાડવાનો તો કોઈ સવાલ જ ઊભો ન થાય પણ પતિ જેનું નામ ! થોડી
હા–નાને બહાને થોડો ભાવ ખાવાનો કે પોતાનું
મહત્વ દર્શાવવાનો મિથ્યા પ્રયાસ કરવાનો લોભ જતો કેમ કરાય ?
‘તેં હા નથી પાડી ને ? અ’જુ બધુ કામ જોવુ પડહે.
પૈહાની હગવડ કરવાની ને મારા ખાવાપીવાની ગોઠવણ કરવાની. તુ જાય એટલે પછી મારાથી
કેથ્થે નીકરાય નીં. ઉં ઘરમાં જ કેદ થઈ જાઉં. ઊભી રે’, મને પેલ્લા બધુ વિચારવા દે.
એમ તુ હા પડાવી દેહે તે નીં ચાલહે. કેટલા દા’ડા કહ્યુ તેં ?’
‘મેં કંઈ કહ્યુ જ નથી. મેં તો ખાલી વાત મૂકી.
તમે લોકો રાજીખુસીથી ને મળી–હમજીને રે’વાનાં ઓ’ય તો ઉં જાઉં. દહ બાર દા’ડા તો આમ
જરા વારમાં નીકરી જહે ને એમ જાણે કે, ઉં આવી હો રે’વા.’ મેં ના પાડવાની કોઈ બારી
ખુલ્લી ના રહે તેનું ધ્યાન રાખતાં કહ્યું.
‘પણ હામી દિવાળી આવતી છે જો. દિવાળી પછી જાઓ,
મારી ના નથી.’(પહેલો પથ્થર આવ્યો !)
‘કઈ નીં, એમ હો દિવાળીમાં આપણે હું તોપ ફોડી
લાખતા છે જે દિવાળી પછી જવાનું ?’ મેં પથ્થરને પાછો વાળ્યો.
‘હારુ કઈ નીં તો, જાઓ બીજુ હું ? પણ પાસપોર્ટ ને
બધુ જોવુ પડહે ને ? એ બધુ કોણ કરહે ?’
‘એ તો બધુ થઈ રેહે. એક વાર નક્કી તો થાય પછી બધુ
થઈ જહે.’ મેં હવામાં ઊડતાં જવાબ આપ્યો.
ચાલો, બધી લાઈન ક્લીયર થઈ ગઈ. હવે ફોન લગાવો.
‘અંજુ, ટર્કી કે દા’ડે જવાનાં ?’
Saras.
જવાબ આપોકાઢી નાખોvery few ladies has daring like you. All these practices are common mainly on the name of 'Jatra or yatra' for ladies and then too many are like 'Pati nu puchhadu'. don't even go for 1 or 2 days anywhere.
જવાબ આપોકાઢી નાખોKeep up the spirit. when we know how to make our selves happy, we can make everyone happy around us. many does not know this secret and then blame that 'mari koi kadar nathi....bla...bla..'
આભાર હિરલ,
જવાબ આપોકાઢી નાખોવાત તો તારી સાચી કે, આપણી ખુશી આપણે જ શોધી લેવાની. માળાની માયા તો મનેય લાગેલી પણ એને આ વાંચન–લેખને છોડાવી તો વળી બચી ગઈ. હવે કલમની માયા! ફરવાની સાથે લખવાનીય અલગ મજા છે.
જવાબ આપોકાઢી નાખોતમે કે અંજુબેન મને હમજાવશે કે ટર્કી જ કેમ ફરવા ગયા?્ તે બેન મિડલ ઈસ્ટના સ્ટુડન્ટસ્ હતા?? ત્યાં કોઈ એમનું સગું રહેતું હતું? પેરીસ– રોમ કેમ નહીં? અને સીધા ટર્કી?
હરનીશભાઈ,
જવાબ આપોકાઢી નાખોતમારા સવાલોના જવાબ હું એક જ વારમાં આપી દઉં પણ સફરની મજા ડગલું ગણી ગણીને મૂકવામાં છે. એમ ભલે ને દોડી દોડીને બધે ગયાં હોઈએ પણ કહેતી વખતે તો મલાવી મલાવીને કહેવાની મજા પડે એટલે બીજા હપ્તાની રાહ જોશો. આભાર.
મારો અ’મણા ટરકી જવાનો કોઈ ઈરાદો નથી. મારે તો અ’જુ જીવવું છે. અ’જુ કેટલુ બધુ લખવાનુ હો બાકી છે.’
જવાબ આપોકાઢી નાખોકલ્પનાબેન, એક તો 'ટરકી જવાનો' નવો અર્થ જાણવા મઈળો ને ઉપરથી તમારો લખવા પ્રત્યેનો લગાવ (મરતા મરતા હો 'લખવાનુ રઈ જાય' એવો વિચાર આવે તે કંઈ નાની સુની વાત થોડી જ છે?) ગઈમો. લખતા રેજો. પલ્લવી.
આભાર પલ્લવીબેહન.
જવાબ આપોકાઢી નાખો