ગમે એવી માથાફાડ ગરમી પડતી હોય કે હાડ
ધ્રુજાવતી ઠંડી પડતી હોય કે પછી ઘુંટણ સુધીના ડુબાડુબ પાણી ભરાઈ જાય એવો વરસાદ
પડતો હોય, આ દુનિયા પર એક જ વ્યક્તિ એવી છે જે પોતાની જાનની પરવા કર્યા વગર લોકોની
જાનની ખબર કાઢવા નીકળી પડે છે. લોકોની ખબર બીજા લોકો સુધી પહોંચાડવામાં એ ભારે
જહેમત ઊઠાવે છે તોય બદલામાં એને શું મળે છે? પગાર સિવાય? આજે મારે વાત કરવી છે
ટીવીના એન્કરની.
સ્થળ પર રૂબરૂ જઈને, જીવને કે જીભને જોખમમાં
નાંખીને પણ આ એન્કર ભાઈ/બહેન લોકોની સાથે વાત કરીને, એકનો એક સવાલ દસેક જણને
પૂછીને દરેકના અલગ અલગ વિચારો દર્શકો સુધી પહોંચાડે છે. ઘણી વાર તો બધાના સરખા જ
જવાબો સાંભળીને દર્શકો પણ આશ્ચર્ય પામે છે. શું અહીં પણ અગાઉથી મોસ્ટ આઈએમપી આપીને
બધું ગોખાવાઈ ગયું હોય? જો કે, માઈક મોં સુધી બરાબર નહીં પહોંચ્યું હોય અથવા તો
લોકોને પોતાનો સંદેશો બરાબર નહીં પહોંચે એવી બીકમાં જ કદાચ ટીવીના કેમેરા જોઈને
હોંશીલા ને જોશીલા બે મિનિટના કલાકારો ગળું ખોંખારીને માઈકની સામે એન્કર કરતાં પણ
વધારે મોટા અવાજમાં ઘાંટા પાડવા માંડે છે. આમ તો દર્શકોને સચોટ અહેવાલ તો માહોલ
જોતાં જ મળી જતો હોય, તોય ત્યાં ઊભેલા લોકોમાંથી બે ચાર ઊંચાનીચા થતા લોકોને
પૂછવાનો રિવાજ હોવાથી, એન્કર ભૂલ્યા વગર પોતાની ટીમની બધી માહિતી આપવાની સાથે સાથે
એક કામ પતે એમ સમજીને એકાદ બોરિંગ સવાલ પૂછી જ લે છે. ને પછી છેલ્લે પરસેવો લૂછતાં
લૂછતાં, ‘ફલાણા કે ઢીંકણાં કેમેરામેન સાથે, ફલાણી કે ઢીંકણી ચેનલમાંથી જબરદસ્તી
મોકલાયેલો હું કખગઘ.’
આકાશમાંથી અંગારા ફેંકીને રસ્તા પરનો ડામર
પીગળાવતી ને કારનું એસી ચાલુ રાખવા મજબૂર કરતી ગરમીમાં તો, ચાર રસ્તે વેચાતાં
તરબૂચ કે બરફગોળા અને આઈસક્રીમ કે રંગીન શરબતો જ રાહત આપી શકે. ઘરમાં નિરાંતે
ઠંડકમાં ઝોકાં મારતાં કે ટીવી જોતાં લોકોને કોઈ પૂછવા નથી જતું, કે ‘ગરમી કેવી પડે
છે?’(ધારો કે પૂછે ને તોય ચાર રસ્તે મળતા જવાબોમાંથી જરાય ઊતરતો જવાબ કોઈનો ન હોય
એની ખાતરી! ચાલીસથી પચાસ ડીગ્રીનો એક આંકડો ઉમેરાય વધારાનો, બીજું કંઈ નહીં.))
ચાલો આપણેય જઈએ શહેરના ચાર પાંચ જાણીતા ચાર
રસ્તે.
તરબૂચની લારીએ ઊભા રહીને ચારેક જણ એન્કરના
દેખતાં તરબૂચની ચીરીમાં ડાંફાં મારે છે.
‘ભાઈ, પહેલાં તમને પૂછું. ગરમી કેવી પડે છે?’
‘અરે, ગરમી ને? સખ્ખત ગરમી પડે છે.’
‘તમે ગરમીને મારવા શું કરો છો?’
‘ગરમી જો દેખાતી હોત ને તો લાકડીએ લાકડીએ એને
ઝૂડી કાઢત. પણ હમણાં તો તરબૂચ ખાવા સિવાય કોઈ ઉપાય નથી.’
‘અચ્છા, એટલે તમે ગરમીમાં તરબૂચ ખાઓ છો એમ ને?
બીજું શું કરો છો?’
(યાર, ગરમીમાં જ તો તરબૂચ ખાવા આવ્યો ત્યાં તમે
ભટકાઈ ગયા! બીજું શું કરવાનું? હવે આગલી લારી પર ગંગાજમના પીધા પછી એની બાજુની
લારી પર બરફગોલો ને છેલ્લે એની બાજુની લારી પર આઈસક્રીમ ખાઈશ. બીજું કંઈ પૂછવું
છે? પ્લીઝ જાઓ. આ બાજુવાળો ડોકિયાં કરે છે ક્યારનો. એને પૂછો. ગરમીમાં આપણી હટી જશે ને તો જોવા જેવી થશે.)
‘સર સર, હું કહું. ગરમીને મારવા અમે રોજ આવી
કાળઝાળ મોંઘવારી જેવી ગરમીમાં આ જ ચાર રસ્તે, આ જ ચાચાની લારીએ તરબૂચ ખાવા આવીએ
છીએ. તરબૂચ ગરમીનું ફળ છે. તરબૂચથી શરીરમાં ને મગજ માં ઠંડક થાય છે. તરબૂચમાં
બિયાં બહુ હોય છે પણ હું સ્વચ્છ ભારતમાં માનું છું એટલે બિયાં ગળી જાઉં છું. હું
રોજ ઘરનાં માટે પણ એક તરબૂચ લઈ જાઉં છું. તરબૂચથી કોઈ નુકસાન થતું નથી પણ આજકાલ ઈંજેક્શનવાળા
તરબૂચ આવે છે તેનાથી ચેતવું. કેન્સર થઈ શકે છે. આ ચાચાની લારી પર ગેરન્ટીના તરબૂચ
મળે છે એટલે અમે રોજ અહીં જ તરબૂચ ખાવા આવીએ છીએ.’ તરબૂચ પર નાનકડો નિબંધ પૂરો કરી
પેલા હોંશીલાએ ફરી તરબૂચની ચીરીમાં ડાંફું મારવા મોં ફાડ્યું.
આવી ભયંકર ગરમીમાંય બિચારા એન્કરને કોઈએ તરબૂચની
એક ચીરીય ઓફર ના કરી! સો સૅડ!
ગરમીથી ત્રસ્ત થઇને તમે પણ લેખ ટુંકાવી નાખ્યો.
જવાબ આપોકાઢી નાખોતરબુચ ખાતાં તમે કેવી લાગણી અનુભવો છો?
તરબુચ વિશે ટિપ્પણીઓ ચાલુ થઈ જાય!
કાઢી નાખોsaav saachi vaat , good seasonal article
જવાબ આપોકાઢી નાખોઆભાર.
કાઢી નાખોKalpanaben, ન્યૂઝ પેપર માં કેટલી બધી જાતના discount sale ni offers આવી છે. વાંચીને એમ થાય કે ફટાફટ જઈએ ને બધું સસ્તું સસ્તું ખરીદી લાવીએ. પણ હાય રે, આ गरमी. ઘરમાં AC ચાલુ કરીને બેસી રહેવા મજબૂર કરે છે. :)
જવાબ આપોકાઢી નાખોઉનાળો એટલે બેઉ તરફી ખોટનો ધંધો!
કાઢી નાખો