મારી સામે ઘણી વાર એવા લોકો ભટકાઈ જાય, જેમના દિમાગમાં અવનવા સવાલોની આવનજાવન સતત ચાલુ હોય. એ લોકો કદાચ મને બહુ બુદ્ધિશાળી સમજતાં હશે ! જોકે, હું પણ એવી ગેરસમજમાં જ મને આવડે એવા જવાબો એમને આપતી રહું. થોડા દિવસો પર એક બહેન ભટકાયેલાં, એમના મગજમાંથી નામ ને અટકની હેરાફેરી નીકળતી જ નહોતી. એમની વાતની શરૂઆત પણ સવાલથી જ થઈ.
‘તમારામાં લગ્ન પછી અટક બદલાય ?’
‘કોની ?’
‘વહુની જ ને વળી, વરની ઓછી બદલાવાની ?’
‘અટક શું ? અમારામાં તો નામેય બદલાઈ જાય.’
‘તો જૂના નામનું શું કરવાનું ?’
‘જૂના નામનું તો નાહી જ નાંખવાનું.’
‘તમારામાં નામ બદલવાનો પણ રિવાજ છે ?’
‘અરે...! નામ મિટાવી દેવાનો, હસ્તી જ મિટાવી
દેવાનો રિવાજ છે.’
‘તમારામાં બીજી બધી અટકો આવે કે દેસાઈ એટલે
દેસાઈમાં જ જવાનું ?’
‘આવે ને. મહેતા, વશી, નાયક–ખલનાયક– બધી બહુ અટક
આવે. મોટે ભાગે દેસાઈઓ દેસાઈનું પૂંછડું પકડી રાખે પણ છોકરાંઓ જાતજાતની અટકને
અપનાવી લે એટલાં સુધરેલા.’
‘નામ ન બદલવું હોય તો ?’
‘લગ્ન પછી આખા ને આખા માણસ બદલાઈ જાય ત્યાં તમે
નામ ને અટકની ક્યાં માંડો છો ?’
‘પણ તમે તો કંઈ બદલાયેલાં નથી લાગતાં.’
‘કેમ નહીં ? હું દીકરીમાંથી એકી ધડાકે વહુ,
કાકી, મામી જેવાં લટકણિયાં પહેરતી પહેરતી મારા નામને જ ભૂલી ગયેલી. એટલે મારું નામ
શું હતું ને શું થઈ ગયેલું તે વિશે બહુ વિચારતી નથી.’ (આ તો, લેખક બની તો નામ
પાછું મળ્યું !)
‘તમારાં સાસુનું નામ પણ બદલાયેલું ?’
‘તમને મારાં સાસુમાં બૌ ઈન્ટરેસ્ટ છે ? જ્યારે
મળો ત્યારે, ફેરવી ફેરવીને સાસુની વાત કોઈ પણ રીતે લાવીને મૂકી દો ખરાં !’
‘એ બહાને તમારી જીભ છૂટી થાય ને મન જરા હળવું
થાય એ જ મારો આશય, બીજું કંઈ નહીં.’
‘એ વાત સાચી....જોકે મને પણ મજા તો પડે છે હં કે
! સાસુ વહુને એકબીજાની વાત કરવાની બહુ મજા આવે એટલે તો મેં પણ મારી વહુને કહી
રાખ્યું છે, ‘તારે ગભરાયા વગર, જ્યારે મન થાય ત્યારે ને જેની સાથે કરવી હોય
ત્યારે, મારી વાત બિન્દાસ કરી લેવી.’ છો બિચારી મારી વાત કરતી.’
‘હા, તો પછી તમે કહ્યું નહીં કે, તમારાં સાસુનું
નામ બદલાયેલું કે નહીં ?’
‘મારાં સાસુ આવેલાં ત્યારે વહુ તરીકે આવેલાં
એટલે વિરોધ કે દાદાગીરી થાય એવું હતું નહીં. (એ મોકા તો એમને પછીથી મળેલા.) એમનાં
સાસુએ એમનું નામ બદલેલું ત્યારે તો મિંયાની મીંદડીની જેમ ચૂપચાપ બેસી રહેલાં. લાગ
મળતાં જ, વર્ષો પછી એ દાઝ એમણે વહુઓ પર ઊતારી. એમના નસીબમાં તો પાછી ચાર ચાર
વહુઓની લૉટરી લાગેલી ! કાન્તિ સાથે કાન્તા કર્યું, મહેશ સાથે ઉમા કર્યું ને હરીશ
સાથે હેમા કર્યું. (તેજ દિમાગ !) મારો વારો આવ્યો કે મેં જ કહી દીધું, ‘હવે એકને
તો બક્ષો. તમારા દીકરાનું નામ જ એના કરતાં કલ્પેશ કરી નાંખો ને !’ એ સાંભળતાં જ
સૌનાં મોં ખુલ્લાં રહી ગયેલાં ને આંખો ફાટી ગયેલી ! મારી જેઠાણીઓ તો જેમતેમ હસવું
રોકી રહેલી.
‘તો પછી, તમારું નામ શું પાડેલું ?’
‘કલ્પના કરી શકો છો ?’
‘કહી દો ને હવે.’
‘રહેવા દો ને હવે. કલ્પના નામ મેળવતાં તો વર્ષો
ને દમ બેય નીકળી ગયેલાં.’
‘ધારો કે, અટક બદલાતે તો તમે બદલી કાઢતે ?’
‘ના રે ભાઈ ! આ બાબતે ત્યારે જમાનો ક્યાં
બદલાયેલો ? હવે તો જેને જે અટક રાખવી હોય તે રાખે, કોઈની ટકટક નહીં કે કોઈની માનસિક
અટક નહીં. કોઈ પિયરની અટક રાખે, કોઈ બન્ને અટક રાખે –કોઈને ખોટું ન લાગવું જોઈએ
કરતાંય, કોઈએ બોલવાનું જ ના રહે એટલે ! મેં એક સૂચન કરેલું કે, જો બધી અટક અનાવિલોની
જ હોય તો એક જ અટક, ફક્ત દેસાઈ જ રાખે તો ચાલે કે નીં ? પણ દર વખતની જેમ મારી વાત
કોઈ સમજ્યું નહીં અને ડોળા કાઢીને મને ચુપ કરી દેવાયેલી.’
‘તમને ખબર છે, સુરતમાં એક બહેનની અટક લગ્ન પહેલાં ખાંડવાળા હતી તે લગ્ન પછી ગોળવાળા થઈ ગયેલી ?’
‘તમને ખબર છે, સુરતમાં એક બહેનની અટક લગ્ન પહેલાં ખાંડવાળા હતી તે લગ્ન પછી ગોળવાળા થઈ ગયેલી ?’
‘અરે વાહ ! આ તો મીઠાશની મોનોપોલી ! એમ તો રૂવાળા
ગોદડાવાળા થઈ જાય, ચોખાવાળા લાપસીવાળા બની જાય ને ગિલીટવાળા હોય તે નક્કર સોનાવાળા
બની જાય તો નવાઈ નહીં. અટકમાં તો કીડી ક્યારે હાથી બની જાય અને મચ્છર ક્યારે
ઘોડાને ત્રાસ આપે તે કંઈ કહેવાય નહીં. જો ઓટલાવાળા હવેલીવાળા થાય તો છત્રીવાળા મિલવાળા
ના થાય ?
જોકે, લખવાનું શરૂ કર્યું પછી તો ઘણા ગોટાળા
થયા. મારા પતિને સાથે રાખીને એટલે કે, એમનું નામ સાથે લખીને લેખ લખ્યા તો બધા લેખ
પાછા આવ્યા ! એવામાં બીજાં એક ‘કલ્પના જિતેન્દ્ર‘ મારા નામે ને હું એમના નામે, લોકોના
ગોટાળાનો ભોગ બનવા માંડ્યાં. મેં તો ગભરાઈને મારા પતિને કહી દીધું, ‘તમે તમારું
નામ રાખો ને હું મારું નામ રાખું. અટક આપણે બન્ને કૉમન રાખીએ મંજૂર છે ?’ કચવાતે
મને એમણે હા પાડેલી. મારા નામની સાથે પોતાનું નામ રાખવાનો લોભ કે મોહ છૂ ! બસ,
ત્યારથી મારા લેખ પણ છપાતા થઈ ગયા ! એમ પણ સ્ત્રીઓને કાનમાં લટકણિયાં ગમે, પણ
નામમાં તો ઓછાં હોય તેટલાં સારાં. બધે જ સાથે સાથે તો ન આવે.
જો પિયરની ને સાસરાની અટક જુદી જુદી હોત અને
મારે બન્ને અટક રાખવી પડત તો કેટલી ધમાલ થાત ? દર વખતે, દરેકને અલગ અલગ સમજાવતાં નાકે
દમ આવત કે નહીં ? ને સમયની બરબાદી ? એમાં ને એમાં મારા ભેજાનું દહીં થાત તે નફામાં
ને મારું નામ તો બાજુ પર જ રહી જાત ને ?’
‘તો પછી તમે તમારી વહુનું નામ બદલ્યું કે નહીં
?’
‘હત્તેરીની ! સાસુના નામમાંથી તમને જેમતેમ
છોડાવ્યાં તો તમે મારી વહુની વાત લઈ બેઠાં. એનું નામ બદલવાની હોશિયારીમાં ક્યાંક
એવું ન બને કે, એ મારું નામ લેતી જ બંધ થઈ જાય. એના કરતાં એ ભલી ને એનું નામ ભલું
ને નામ ભલું તો કામ ભલું. હવે આપણે નામ ને અટકની પિંજણ બહુ કરી, હજી કંઈ પૂછવું છે
કે અહીં અટકીએ ?’
‘તમે તમારા વરને, નામથી કે પછી અટકથી બોલાવો ?’
‘લગ્ન પછી નામથી બોલાવવાની શરૂઆત જ કરેલી કે
ઘરમાં તો ધમાલ મચી ગયેલી ! સાસુ ને સસરાએ ઘરમાં ને ઘરમાં જ ચારેક કિલોમીટર જેટલું
ચાલી નાંખેલું. મને લાગ્યું કે બહુ મોટી ભૂલ થઈ એટલે મેં ‘એ...ય’ કહીને બૂમ પાડેલી, તો વરનો તોબરો ચડી ગયેલો. ‘મને એય નહીં કહેવાનું.’ (ઓહો ! જોયા મોટા લાટસાહેબ !) નામની
પાછળ ‘ભાઈ’ લગાવ્યું તો બધાં હસી પડેલાં. ઘરમાં બધાં જ દેસાઈ એટલે અટકથી તો
બોલાવાય જ નહીં. સીટી મારતાં આવડતી નહોતી એટલે ‘શીસ્...શીસ્...કે હમ્...હૂં...’
જેવા વિચિત્ર અવાજો કાઢીને બોલાવતી. એ તો સારું કે, દીકરાના જન્મ પછી ‘બાબાના
પપ્પા’ કહેતી થયેલી તો મોટામાં મોટો પ્રોબ્લેમ સોલ્વ થયેલો. બાકી તો....’
‘તો પછી, તમને તમારા પતિ શું કહીને બોલાવતા ?’
‘એય...’ (!)
khub j saras kataax lekh , hasti mitaavi devaanu vaaky lohi nikale etlu dhaardaar , ame amaaraa doitar athavaa poitraani haajarimaa ek - bijaane
જવાબ આપોકાઢી નાખો' aajaa ' - aaji - kahie athavaa daadaa - daadi - kahie ane gaurav - aarav banne haajar hoy to ' aadaa ' - ' aadi ' kahie ane saav eklaa hoie to maku - maku karie
- ashvin / ela desai melbourne australia
આ બધાં જ સંબોધનો સાંભળવાની પણ કેવી મજા આવે ! આભાર અશ્વિનભાઈ.
કાઢી નાખોVindhi nakhe tevo Kataksh.
જવાબ આપોકાઢી નાખોઆજનાં ભણેલાં ગણેલાં લોકોનો, વહુ પાસે રખાવાતો અટકનો આગ્રહ જોઈને કલમની ધાર જરા તેજ થઈ ગઈ ! આભાર રમેશભાઈ.
કાઢી નાખોTHANKS. VERY NICE SHARING.
જવાબ આપોકાઢી નાખોCHANDER MENGHANI
ભૂતકાળમાં આ મામલે સ્ત્રીઓની હાલત નાજુક હતી....
જવાબ આપોકાઢી નાખોtoday they are bold and..........
Rajnikant Shah
Nice article.
જવાબ આપોકાઢી નાખોPallavi Mistry
પલ્લવીબહેન આભાર.
કાઢી નાખોમઝા આવી ગઈ ! ખાસ્સાં જામ્યાં તમે નામ–અટકમાં !! ધન્યવાદ !!!
જવાબ આપોકાઢી નાખોઉત્તમ ગજ્જર
આભાર સરજી.
કાઢી નાખોExcellent!
જવાબ આપોકાઢી નાખોThanks Hiral.
કાઢી નાખોThis problem has seemes to be solved now a days as Vahu are enjoying 2 surnames as Kajal oza Vaidya and many others it is good. Jawahar Parikh
કાઢી નાખોહું દેસાઈ, વશી, મહેતા અને નાયકોથી ઘેરાયલો શાસ્ત્રી છું. કજુ ઘરમાં બધાજ દેસાઈ હોય પણ પતિને તો દેસાઈ સાહેબ જ કહેવાનું ચાલુ રાખે છે. અમારા કુસુમબેન દેસાઈ સાહેબના સ્ટુડન્ટ હતાં. લગ્ન પછી પણ દેસાઈસાહેબ જ કહેતા. જૂના જમાનામાં હાઈસ્કુલ પાસ મહિલાઓ પતિ માટે "અમારા મિસ્ટર" કરીને બીજી મહિલાઓ સાથે વાત કરતા. અમારા ઉત્તમભાઈ મધુ કહીને બોલાવે પણ મધુબેન 'એઈ ઉત્તમ અહીં આવ' એમ નથી કહેતાં. મજાનો લેખ.
જવાબ આપોકાઢી નાખોઆભાર. આ બધા દેસાઈ સાહેબો પર પત્ની અને માતાની અવિરત કૃપા વરસતી હોય છે. બાકી, જમાનો બદલાયો છે એટલે નવા સુધરેલા પતિઓ જોવા મળે છે ખરા !
કાઢી નાખોએક અટક નો વિષય પકડીને એના ઉપર સરસ હાસ્ય લેખ લખી દીધો , કલ્પનાબેન તમે।
અટકો ના વનમાં અટવાઈ ગયેલાઓ ની વાતો અનુભવના આધારે ઘણી જામી .લેખ
વાંચવાની ખુબ મજા આવી !
આભાર વિનોદભાઈ.
કાઢી નાખોVah...very sharp satire..enjoyed...
જવાબ આપોકાઢી નાખોThank you Sandhyaben.
કાઢી નાખોreally nice and interesting read... :)
જવાબ આપોકાઢી નાખોThanks desais.
કાઢી નાખો