અમુક લોકોમાં કુતૂહલવૃત્તિ કહો કે પંચાતવૃત્તિ
કહો થોડી વધારે પડતી જ હોય. કોણ ક્યાં છે કે ક્યાં હશે તે જાણવાની એમને બહુ ચટપટી
હોય. જેને ફોન કરે તેને પહેલો પ્રશ્ન આ જ પૂછે, ‘ક્યાં છો?’ (જો કે, મોબાઈલમાં
વધારેમાં વધારે પૂછાતો પ્રશ્ન પણ આ જ છે!)
મોટે ભાગે તો એમને સામેની વ્યક્તિનું કંઈ જ કામ
ન હોય તોય આદતવશ પૂછે, ‘ક્યાં છો?’
ભલે પૂછે બિચારા પણ આ ‘ક્યાં છો?’ના જવાબો બહુ
રસપ્રદ હોય છે.
‘હું હમણાં રસ્તા પર છું.’ (અરેરે! બિચારા મોબાઈલને
લીધે રસ્તા પર આવી ગયા!) અરે! રસ્તા પર છો તો ફોન કેમ લીધો? કોઈ વાહનની હડફટે આવી
જશો ને? ફોન કટ કરો પહેલાં.
બીજો જવાબ, ‘હું હમણાં બહાર છું’
ભઈ, બહાર એટલે? ઘરની બહાર કે ઓફિસની બહાર? કે
પરદેશ? કશેક પૂરાઈ ગયેલા? કે કોઈએ ગોંધી
દીધેલા?
ત્રીજો જવાબ તો રોજનો જ થયો. ‘હું ટ્રાફિકમાં
છું.’
હેં? ટ્રાફિકમાં એટલે? ટ્રાફિકમાં ઊભા છો? કે
અટવાયા છો? રસ્તો ક્રોસ કરવાની રાહ જુઓ છો? ગાડી ડ્રાઈવ કરો છો કે ટેક્સીમાં છો?
ગાડીમાં બેઠા બેઠા શહેરના ટ્રાફિકને, વ્યવસ્થાને ને પોલીસને ગાળો આપો છો? ‘ચાલો
ત્યારે, ટ્રાફિકમાંથી નીકળો ત્યારે ફોન કરજો.’
સારામાં સારો તણાવમુક્ત જવાબ હોય તો, ‘મિટિંગમાં
છું, પછી ફોન કરો’ અથવા ‘પછી ફોન કરું.’ આ જવાબ એકદમ ભારે હોય! એટલે કે બહુ ભારમાં
બોલાયેલો હોય. મીટિંગમાં એટલે સાહેબ સાથે જ મીટિંગમાં હોય એવું સમજી લેવું. જ્યાં
સુધી ફોન ન કરે ત્યાં સુધી ડિસ્ટર્બ ન કરતાં. ત્યાંનું વાતાવરણ ભારેખમ હોઈ શકે! જો
વાતાવરણ ભારે ન હોત તો ફોન લઈ ના લેત? અરે, એકાદ મેસેજ પણ કરી જ દેત. ખેર, જાણ્યા
વગર રિસાવાનું કે ગુસ્સે થવાનું ભારે પડી શકે.
દિલના ધબકારા અચાનક જ વધારી દેનારો જવાબ હોય,
‘હું હમણાં હૉસ્પિટલમાં છું.’
આ સાંભળીને તો ભલભલા ટેન્શનમાં આવી જાય પણ હૉસ્પિટલના વેઈટિંગ એરિયામાં બધા આવું જ કહેતા
હોય તે થોડું કોઈ જોવા જાય?
‘અરેરે! અચાનક જ શું થઈ ગયું? હજી ગઈ કાલે તો
તમે મારી પાસે દસ હજાર લઈ ગયા ને આજે હૉસ્પિટલ પહોંચી ગયા? આટલું બધું તે ટેન્શન
રખાતું હશે? ભલા માણસ, પૈસા ક્યાં નાસી જવાના હતા? મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો
માફ કરજો પણ મારો ઈરાદો બિલકુલ એવો નહોતો. ચાલો બોલો, કઈ હૉસ્પિટલમાં છો? હું
આવ્યો હમણાં. તમે ભાઈ, પહેલાં તમારી તબિયત સાચવો.’
જોયું ને? હવે કંઈ સાચું કહીને પૈસા વાળવાની
ઉતાવળ કરવા જેવી નથી. પૈસા ક્યાં નાસી જવાના? અપાશે હવે. વાપરો તમતમારે.
હૉસ્પિટલનો જ બીજો કેસ જોઈએ. ‘ભઈ, હમણાં
હૉસ્પિટલમાં છું.’
‘તે તમે તો ઓફિસ જવા નીકળેલા ને? કોની ખબર કાઢવા
હૉસ્પિટલ દોડી ગયા? ઘરમાં તો મોડું થયું...મોડું થયુંની બૂમાબૂમ કરતા હતા ને હવે
હૉસ્પિટલમાં જઈને ગોઠવાઈ ગયા. કોણ માંદું છે?’
‘ભઈ, તું બોલવા દે તો કહું ને?’
‘મેં ક્યારે ના પાડી બોલવાની? ત્યાં બેઠા બેઠા
પણ મને જ બધાની વચ્ચે ફજેત કરશો કેમ? કોણ માંદું છે તે કહેશો હવે?’
‘ભાઈ, કોઈ માંદું નથી ને કોઈની ખબર કાઢવા પણ નથી
આવ્યો પણ અહીં બ્લડ ડોનેશન કેમ્પ છે તે બ્લડ ડોનેટ કરવા આવ્યો છું. ઓફિસમાંથી આના
માટે જ ફોન આવેલો. ચાલ હવે ફોન મૂક.’
ઘણા હૉસ્પિટલમાં હોય ત્યારે બહુ ઉતાવળમાં ને
ભારમાં જ હોય! ફોન લેનારને સીધું કામ જ સોંપવા માંડે ત્યારે એમને પૂછવું પડે કે,
‘ક્યાં છો પણ?’
‘અરે જો, પહેલાં મારી વાત સાંભળ. આપણી સામેના
ફ્લેટવાળા સામંતભાઈ સિરિયસ છે. એમના ઘરે જઈને પહેલાં કહી આવ પણ સાચવજે ત્યાં કોઈ
માંદું ન પડી જાય. બીજું કે, મારા ફોનમાં બસો રુપિયાનું રિચાર્જ કરાવી દે. જરૂર
પડશે.’
‘તે તમે ક્યાં છો હમણાં?’
‘અરે, હું એમની પાસે ‘જય હનુમાન’ હૉસ્પિટલમાં
છું. હું હૉસ્પિટલમાં રિપોર્ટ લેવા આવેલો તો આપણા ગામના એક ભાઈ મળી ગયા. એમણે
સામંતભાઈના સમાચાર આપ્યા અને મને અહીં બેસાડીને દવા લેવા ગયા ને કહ્યું, ‘પ્લીઝ,
આટલો સંદેશો એમના ઘરે આપી દેજો.’ હવે હું કંઈ એમને ના થોડી પાડું? ચાલ, જવા
દે બધી પંચાત ને પહેલાં રિચાર્જ કરાવી
દે.’
હવે ‘ક્યાં છો?’ પૂછ્યું તે પંચાત કહેવાય? કોણ
જાણે.
અને છેલ્લે, ‘અલ્યા ભોપા, બહુ દિવસથી દેખાયો નથી
તે ક્યાં છે? સાંજે જમવાનું રાખ. બહુ દિવસથી મળ્યા નથી તે મજા આવશે.’ (ભોપો
ગુંચવાયો કે જમવાનું કોના ઘરે રાખવાનું છે?)
‘યાર, નહીં ફાવે. હું હૉસ્પિટલમાં છું.’
‘અરે અચાનક જ! મને એક ફોન તો કરવો ’તો. દોસ્ત
શું કામનો?’
‘અરે સબૂર, મારા કાકા માંદા છે. હું તો ઓલરાઈટ
છું.’
‘તારો વળી કયો કાકો?’
‘એ બધું પછી. નિરાંતે મળીએ ઓકે?’
હવે કાકા સારા થાય તો ભોપાભાઈને રજા મળે બાકી
તો...
Kalpnaben,
જવાબ આપોકાઢી નાખોAa સવાલ 'ક્યાં છો?' તો હજી સારો કહેવાય, મારે તો મોટેભાગે 'શું કરો છો?' નો સામનો કરવો પડે છે.
Pallavi
અરેરે! બહુ ત્રાસ.
જવાબ આપોકાઢી નાખોRare topic, nicely narrated.
જવાબ આપોકાઢી નાખોInnovative.
Happy reading your article .
આભાર ભરતભાઇ.
કાઢી નાખોvery nice humorous article!
જવાબ આપોકાઢી નાખોઆભાર રોહિતભાઈ.
કાઢી નાખોKalpanaben,
જવાબ આપોકાઢી નાખોVery well observation (or well listener:)....good humour...Kash...article thodo haju agal jate....with some more questions.
Harsha M
Toronto
હા એનો બીજો ભાગ કરી શકાય. આભાર હર્ષાબેન.
જવાબ આપોકાઢી નાખોi spent last 3 weeks in hospital but no body asked me kyaa chho?
જવાબ આપોકાઢી નાખોbecause i dont keep mobile
વાહ. આ ખરો આરામ. તોય આવા સમયે સમય પસાર કરવાનું સાધન ખરું.
કાઢી નાખો