‘આપણો કનક્કલેની ઓ’ટલમાંથી જવાનો ટાઈમ તો જાણે
બો જલદી આવી ગીયો એવુ લાઈગુ! આઈવા હું, રી’યા હું ને અ’વે ચાઈલા હો! હવારથી
વે’લ્લા ઊઠીને ફરવા નીકરી પડવાનું ને હાંજે થાકીને આવીને, ખાઈ–પીને હૂઈ જવાનું. નિરાંતે રે’વા તો મલે જ
નીં. એકાદ બે દા’ડા વધારે રે’તે તો હારુ.’ મેં ઉદાસ થઈ અફસોસની શરૂઆત કરી, પણ મને
સાથ આપવાને બદલે બંને બહેનો મને લેક્ચર આપ્પા બેહી ગઈ, એટલે મેં મનમાં જ બધું બબડી
લીધું. દરિયાકિનારે હૉટેલ હતી ને રમણીય વાતાવરણ હતું. બે ઘડી દરિયાકિનારે બેસતે ને
લહેરો સાથે બે વાત કરતે કે ‘ભાઈ, અમને તો તમારુ ટર્કી બો ગઈમુ. પાછા ક્યારે આવહું
કોણ જાણે. હજુ ઈસ્તમ્બુલ જોવાનું હો બાકી છે પણ મને ખાતરી છે, કે તાં હો બો મજા
આવહે. મારે અ’જુ રે’વુ છે. જવાનું બિલકુલ મન નથી થતુ પણ હું થાય? એટલા પૈહા નથી
લાઈવા, ઘેરેથી હો મંગાવાય એવુ નથી તે તમે જાણે હારી રીતે. પણ તમે કેવી રીતે જાણે?
તમે થોડા અમારા ઘરનાંને મળેલા છે? એક વાત ચોક્કસ છે પણ. અમે ઘેરે જઈને ટર્કીની બધી
વાત કરહું ને એટલે એ લોકો હો, હો ટકા અંઈ આવ્વા હારુ તિયાર થઈ જ જહે. બસ, ત્યારે
આપણે પાછા મળહું. તાં હુધી બાય બાય.’
બંને બેનોએ મને સમજાવી! ‘જો, આપણે કોઈ હો એટલા
તાલેવાન નથી, કે મ’ઈનો હુધી આપણાથી ટર્કીમાં ધામા લખાય. એક કામ કરહું એના કરતા.
આપણે બે–પાંચ વરહ કેથ્થે ફરવા નીં જહું, સોપિંગ બિલકુલ બંધ કરહું, કોઈના લગનમાં
નીં જહું ને અડધા દા’ડા અપ્પાહ ખેંચી કા’ળહું. એમ જ હાદાઈથી ર’ઈને પૈહા બચાવહું તો
કંઈ પૈહા બચહે ને બો બધા પૈહા બચાવીને પછી ખાસ અં’ઈ જ ફરવા આવહું બસ? નીં તો એક
યુરોના આ બોત્તેર–તોત્તેર રુપિયા કાંથી કા’ડહું?’ આટલો બધો ભોગ આપવાનો વિચાર કરવો
પડે એમ હોવાથી અને દિવસ લંબાવવાનું નક્કી કરવામાં, ત્રાજવાનાં બે પલ્લાંમાં
ટર્કીનું પલ્લું તરત જ ઊંચું થઈ ગયું, એટલે તે ઘડીએ તો અમે પૈસા બચાવવાનો વિચાર
પડતો મૂક્યો. રૂમ છોડવાની તૈયારી કરતાં કરતાં, રૂમને ને બાથરૂમને ત્રણેય જણે
પોતાની રીતે ખૂણેખાંચરે નજર ફેરવીને ચેક કર્યાં. ક્યાંક કંઈ ર’ઈ ગ્યુ તો પાછા
આવવાના કોઈ ચાન્સ નહોતા. ને હવે આપણને કોઈ પાસે કંઈ માગવાની તો શરમ જ આવે ને? તોય,
બસમાં બેસતાં જ અંજુ બોલી, ‘હત્તેરીની! થેપલાનું પેકેટ તો ફ્રિજમાં જ ર’ઈ ગ્યુ.’
(‘અં’ઈયા કોઈને પૂછવું છે, કોઈ પાંહે થેપલા ઓ’ય
તો?’ એ સવાલને મેં જેમ તેમ મનમાં ભંડારી દીધો.)
‘કઈ નીં અ’વે, બે દા’ડા જ બાકી છે. ચાલી જહે.
આટલા દા’ડા થેપલાની મે’રબાની હારી ર‘ઈ જોકે.’ અમે બંને બોલ્યાં પણ સ્વાદપ્રિય
અંજુને હવે બે લાંબા દિવસ થેપલાં વગર કાઢવાના વિચારે થોડી ઉદાસ કરી મૂકી. ખાન
હૉટેલ છોડ્યા પછી વધારેમાં વધારે જો કોઈ ઉદાસ થયું હોય તો અંજુ. ભોજનના સ્વાદને
બારીકાઈથી પારખનારને અગડમબગડમ ખાવાનું ચલાવવું પડે તે કેટલા દિવસ પોષાય? કોઈ
ગુજરાતી ટૂર કંપની તરફથી આવ્યાં હોત તો? અહીં નાસ્તામાં અમે રોજ બધે પચાસ જાતનાં
બ્રેડ જોયાં ને બે–ચાર જાતનાં ખાધાંય ખરાં પણ થેપલાંની તોલે કંઈ ન આવ્યું. હા,
કાપાડોક્યામાં એક સાંજે, પૉટરી વિલેજની નાનકડી બજારમાં આંટો મારવા નીકળેલાં,
ત્યારે ગરમગરમ બ્રેડની સુગંધે લલચાઈને અમે તરત જ એ નાનકડી બેકરીમાં પહોંચી ગયેલાં.
તાજી, કાગળમાં વીંટેલી લાંબી બ્રેડની અમે રસ્તામાં ચાલતાં ચાલતાં જ્યાફત ઉડાડેલી
તે સુગંધની યાદ હજીય મનમાં સચવાયેલી છે. જોકે, ત્યારે અમને બેને ચા–કૉફીની ખોટ
પડેલી એટલે પછી બાકીની સૂકી બ્રેડ, બ્રેડશોખીન પારુલે ટેસથી પૂરી કરેલી.
ટર્કી દરિયાકિનારાનો દેશ, ટર્કી ખંડેરોનો દેશ,
ટર્કી ઐતિહાસિક ઈમારતોનો દેશ, ટર્કીમાં બલૂનનું આકર્ષણ અને ટર્કી વિવિધ વ્યંજનોનો
પણ દેશ! ઈસ્તમ્બુલ એટલે અસલનું કોન્સ્ટેન્ટિનોપલ! કોન્સ્ટેબલ ને ટિનોપાલ બોલતાં
બોલતાં કોઈ અજબ મિશ્રણ બની ગયું આ તો! હજી જો ઈંગ્લિશમાં લખીએ તો યાદ ન રહે એવો
સ્પેલિંગ બને. મેડીટેરેનીઅન સી! ઝડપથી બોલવામાં અચકાઈ જવાય, કે બોલતાં વાર લાગે
એવા તો અઢળક સ્પેલિંગો અહીં ભરેલા છે. આપણે તો દરિયાનાં નામ પણ કેટલાં ટૂંકા જાણીએ!
કાળો સમુદ્ર ને ભૂમધ્ય સમુદ્ર. હિંદ મહાસાગર ને અરબી સમુદ્ર. નામ પરથી જ અડધો
ખ્યાલ તો આવી જાય. આપણે દરિયાની ખાડીને અલંકારિક ભાષામાં સામુદ્રધુની કહીએ! હજી અહીં તો, ડારડેનેલ્સના નામે ઓળખાય છે. ઘરે જઈને કહેવું
હોય તો, આપણે આ બધાં લાંબા નામો થોડાં બોલવાના? આપણે તો જેમ બને એમ ટૂંકમાં વાત
પતાવવા બેઠાં હોય ત્યાં, ને અડધાં તો યાદેય ના હોય.
દુનિયાની સાંકડામાં સાંકડી ચેનલ, જે એશિયન ટર્કી
અને યુરોપિયન ટર્કીને જુદા કરે છે પણ આંતરરાષ્ટ્રીય અવરજવર માટે મહત્વની ગણાય તે ‘બોસ્ફોરસ’, કાળા સમુદ્ર અને મારમરા સમુદ્રને
જોડે છે. (હવે મારમરા કે માર મારા તે નીં જોવાનું.) સવારે હૉટેલ છોડ્યા પછી બસમાં
બેસતાં જ, ગાઈડે પોતાના ગુલાબી, ભરાવદાર ગાલોને વધારે ગુલાબી કરતાં, ખુશખબર આપતાં
કહ્યું, ‘હવે આપણે ઈસ્તમ્બુલ જઈશું. ઈસ્તમ્બુલ જવા માટે આપણે વિશ્વપ્રસિધ્ધ
‘બોસ્ફોરસ’ પાર કરીશું.’ એના અવાજમાં કોઈ જુદો જ ઉમળકો ડોકાતો હતો. અલ્યા, તને
હાની આટલી બધી ચટપટી થતી છે જવાની? તુ તો આટલા વરહમાં અ’જારો વાર ઈસ્તમ્બુલ ગીયો
ને આઈવો ઓહે, તને હાની નવાઈ લાગતી છે? એ તો ધીરે ર’ઈને એણે શરમાઈને મમરો મૂઈકો,
‘મારી વાઈફ ઈસ્તમ્બુલ રહે છે. આવતી વખતે એને પણ થોડા દિવસ મારી મા સાથે રહેવા લઈ
આવવાનો છું.’ આહાહા! આ તે માતૃભક્ત કે પત્નીભક્ત? ગાઈડ ટર્કિશ હતો અને પત્ની અહીં ટર્કીમાં
પણ આ એશિયન કલ્ચર જોવા મળ્યું તેનો અમને આનંદ થયો. ઈસ્તમ્બુલ પાછું ત્રણ ભાગમાં
વહેંચાયેલું. ઐતિહાસિક સુલતાનએહમત(અહમદ હોવું જોઈએ ને?) જે ગોલ્ડન હૉર્નની એક તરફ
છે તો બીજી તરફ બેયોગ્લુનો મોજમસ્તીવાળો વિસ્તાર યુરોપની અસર હેઠળ છે. બોસ્ફોરસથી
છૂટું પડેલું ઈસ્તમ્બુલ એશિયન રંગે રંગાયેલું છે. આ તો બધી ભૌગોલિક ફાળવણી, બાકી આપણા
જેવા લોકોને આ બધી શી લેવાદેવા? આપણે તો, જે હોય તે ઈસ્તમ્બુલ એટલે ઈસ્તમ્બુલ.
ગાઈડે તો વાતવાતમાં અમને જોરદાર સરપ્રાઈઝ આપ્યું,
જ્યારે અમારી વૅન કે ગાડી સીધી જ કિનારે ઊભેલી મોટી નૌકામાં સરકવા માંડી! ઓ બાપ
રે! આ તો ફિલ્મોમાં ભજવાતું એકાદ દ્શ્ય હોય તેવું! કોઈ ગુંડાગૅંગની હોડીમાં અમારી
ગાડીને ઉઠાવી લેવામાં આવી હોય તેવું જ લાગતું હતું. આટલી મોટી ગાડીમાં અમે બધાં
બેઠેલાં ને પાછો બધાંનો કેટલો બધો સામાન! આજુબાજુ જોયું તો બીજી પણ કેટલીક બસ ઊભેલી
જેના યાત્રીઓ સામાન બસમાં મૂકીને ઉપરના માળે જતા રહેલા. અમને પણ ગાઈડે કહ્યું, ‘જેને
અહીં બેસવું હોય તે બેસે, ને ન બેસવું હોય તે ઉપર જઈને બેસે. ઉપર કૅન્ટીન પણ છે. હવે
આપણે સામે પાર ઈસ્તમ્બુલ જઈએ છીએ.’ અરે વાહ! આ તો નવી જ સવારી ને નવો જ અનુભવ!
પહેલાં બલુનરાઈડ ને હવે નૌકાવિહાર! છેલ્લી સફર તો યાદગાર બની જવાની. નીચે કોણ બેસે?
ભાગો ઉપર.
બસમાંથી જેવાં ઉતર્યાં, કે ઠંડા પવનના સૂસવાટાએ
અમને ધ્રુજાવી દીધાં. દરિયા પરના ઠંડા પવનનો સામનો કરતાં અમે ઉપર જઈ વહેલાં વહેલાં
કાચની બારીવાળી કૅન્ટીનમાં હૂહૂહૂ... કરતાં ભરાઈ ગયાં. અમારા જેવા ઠંડીથી ગભરાતાં લોકો,
ગોળાકાર કૅન્ટીનની સામેના પાટિયે બેસીને જતાં–આવતાં લોકોને જોતાં રહ્યાં ને ઠંડીની
ઐસીકી તૈસી કરનારાઓ, ખાસ કરીને જુવાન છોકરાઓ ને છોકરીઓ, માથે સ્કાર્ફ કે ટોપી
પહેર્યા વગર, બહાર ડેક પર ફરતાં રહ્યાં. મેં ને અંજુએ બહાર એક ચક્કર લગાવવાની
કોશિશ કરી જોઈ પણ હાંજાં ગગડી જાય એવા ઠંડા પવને અમને પાછાં કૅન્ટીનમાં બેસાડી
દીધા. પારુલ હિંમત કરીને બહાર એક બે ચક્કર મારી આવી. બાકી તો, ડેક પર ઉભેલાંઓને તો
બહુ મજા આવતી હતી, તે જોઈને જીવ બળી જાય એવું જ હતું. બહુ નજીકથી ઉડતાં દરિયાઈ
બગલાંને જુએ કે દરિયાની લહેરોને સડસડાટ કાપતી જતી નૌકાને જુએ? આહાહા! વાહ વાહ! એ
લોકોની ખુશીના વિચારે અમે એક એક કપ કૉફી ને સૅન્ડવિચમાં સંતોષ માન્યો.
(તસવીરો ગુગલની મહેરબાનીથી)
i cant type here in gujarati , so im sending e mail in gujarati
જવાબ આપોકાઢી નાખોસામુદ્રધુની ઇઝ નોટ ઇક્વલ ટુ પેનિન્સુલા !
જવાબ આપોકાઢી નાખોજી સુરેશભાઈ,
કાઢી નાખોભૂલ તરફ ધ્યાન દોરવા બદલ આભાર. પેનિન્સુલા દ્વિપકલ્પ છે અને Strait એ સામુદ્રધુની છે. અહીં બોસ્ફોરસ સામુદ્રધુની કાળા સમુદ્રને મારમરા સમુદ્ર સાથે જોડે છે. ફરી આભાર.
છેલ્લા છ મહિનાથી મને આંખોના પ્રોબ્લેમ છે અભટલે આપના લેખ વાંચી શક્યો નથી. પરંતુ મારી પાસે એક ડોક્યુમેન્ટરી –ઈસ્તાન્બુલની ાાવી છે. તેમાં મોટી મસ્જીદની પાસેનું અ;ડર ગ્રાઉન્ડ બજાર બતાવ્ું છે.ત્યાંની ફેમસ મેકરલ ફીશની વાનગીઓ િષે જાણ્યું. ન્યૂ યોર્કમાં કોઈ રેસ્ટોરાંમાં શોધીશ, તમે નસીબદાર છો કે આમ ફરવાનુ; મળય્ું.આનંદો.
જવાબ આપોકાઢી નાખોહરનિશભાઈ,
કાઢી નાખોતમે આંખે તકલીફ હોવા છતાં અહીં લખ્યું તે બદલ આભારી છું. તમારા નિયમીત પ્રતિભાવોથી જાણકારી સાથે આનંદ પણ મળતો હતો. સ્વસ્થ તબિયતની શુભેચ્છાઓ.
Kalpanaben,
જવાબ આપોકાઢી નાખોtamne to atli moj-maza sathe Turkey chhodata dukh thay e samji shakay.....pan amne ho dukh thay chhe ke aa turkey yatra have puri thavani? Kharekar tamari sathe a vanchan-pravas karva ni bahu maza avi rahi chhe....Turkey nu current situation jota...khabar nahi amne to tya java no labh mali shake ke kem....pan tamari yatra thaki ame jai avya....!!!
Harshaben, tamne mari sathe farvanI maja avi te jani anand thayo. Turkeynu tourism bau vakhnay chhe etle tamne pan java male evi shubhechchha. biji navi yatra mate Aane to raja apvi j pade ne?
કાઢી નાખોHarsha
જવાબ આપોકાઢી નાખોToronto
બસ, ટર્કીનો પ્રવાસ પૂરો? હવે આપણે ક્યા જવાના છીએ, કલ્પનાબેન?
જવાબ આપોકાઢી નાખોપહેલાં ઇસ્તમ્બુલ ફરી લઈએ. હાલ તો નકશો લઈને બેઠી છું☺
જવાબ આપોકાઢી નાખો