ઈસ્તાનબુલ બોલતાં ફાવતું નથી કારણકે વરસોથી એને
ઈસ્તમ્બુલ નામે જ ઓળખ્યું છે એટલે એ જ ચાલવા દઈએ. અમે મુંબઈ રહેતાં ત્યારે લોકલ
ટ્રેનની ભીડથી બચવા ને જગ્યા મેળવવા અમે ઘણી વાર છેલ્લા સ્ટેશનની ટિકિટ કઢાવીને
રિટર્ન જર્ની કરતાં. એમાં બે ત્રણ સ્ટેશનની ફરી વાર જાત્રા થતી. તેવું અહીં
ટર્કીમાં થઈ રહ્યું હતું. પ્લેનમાં ભીડનો તો કોઈ સવાલ નહોતો પણ ઈસ્તમ્બુલ વચ્ચે
આવતું એટલે કશે બીજે જવું હોય તોય ટર્કીની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ફરવું પડતું ને
ઈસ્તમ્બુલ જવું જ પડતું. જાણે રેલવેનું કોઈ મોટું જંક્શન. પહેલાં અન્તાલ્યા માટે ઈસ્તમ્બુલ ઊતરેલાં ને આરામ કરી કે
કંટાળી પછી અન્તાલ્યાના પ્લેનમાં ગયેલાં. હવે કાપાડોક્યા જવાનું છે તોય પહેલાં
ઈસ્તમ્બુલના એરપોર્ટના સ્ટાફને મળીને ઓળખાણ કાઢવાની છે. પછી જાં જવું ઓ’ય તાં
જવાનું. હીધી ફ્લાઈટ રાખતાં ખબર નીં એ લોકોને હું પેટમાં દુખતુ ઓહે ? દર વખતે
જેટલો ટાઈમ પ્લેનમાં જાય એનાથી હો વધારે ટાઈમ એરપોર્ટ પર બેહવામાં ને બધી વિધી
પતાવતા થાય. સરૂઆતમાં આ બધી વિધિનો જે આનંદ કે રોમાંચ ઓ’ય તે ધીરે ધીરે ઓછો થવા
માંડે. ને ચાલવાનું ? દમ કા’ડી લાખે. આપણી ધીરજ હો જવાબ આપી દેય. જોકે, ટુરિસ્ટોની
ભીડવારા સે’રોમાં તો ભઈ આવું જ ઓ’ય ને ? ને ઈસ્તમ્બુલ તો પાછુ ઈન્ટરનેસનલ એરપોર્ટ
! રોજના લાખો પ્રવાસીઓ આવ–જા કરે !
મને તો કાપાડોક્યા નામ બહુ જ વિચિત્ર લાગતું
હતું. કંઈ ડોકા કાપવાની વાત હોય એવું ડરામણું. ‘તુ બધી જગ્યાએ નામના અર્થ નો
કા’ઈડા કર. એ લોકે કંઈ ગુજરાતીમાં નામ લખેલુ છે ?’ બંને બે’નોએ મારી વિચારયાત્રાને
અટકાવી દીધી. મેં મનમાં જ આગળ ચલાવ્યું. ‘કાપા દો કિયા...દો કાપા કિયા.’ કંઈ નીં,
બે કાપા પાડ્યા એવું તો ચાલે કે નીં ? આ લોકને કંઈ હમજ જ નીં પડે. નામમાં તો
કેટલું બધું છે. દુનિયાની બીજી કોઈ ભાસા કે બોલીમાં કાપાડોક્યાનો બીજો કોઈ અર્થ બી
થતો ઓ’ય તો હું ખબર ? ને થતો જ ઓહે, ઉં ખાતરીથી કે’ઉં. નામનો સ્પેલિંગ છે CAPPADOCIA. અહીંના લોકો તો કાપ્પાડોક્યા ને કાપ્પાડોશ્યા
બોલે પણ નામના સ્પેલિંગમાં તો CAP છે, PADO છે ને CIAપણ છે ! જો આપણને તો એક જ નામમાં કૅપ, પડો કે પાડો ને શિયા એમ ચાર શબ્દો મળ્યા
ને ? વાત કરે આ લોકો બી. મેં બધું સમજાવવાનું માંડી વાળ્યું. દરેકના રસની વાત છે.
આ બીજી વાર ઈસ્તમ્બુલ આવ્યાં પણ ખરેખર તો
ઈસ્તમ્બુલ અમારે છેલ્લે ફરવાનું હતું. દુનિયાના બહુ જ મશહૂર શહેર સાથે હમણાં તો
અમે થપ્પો રમતાં હતાં. અન્તાલ્યા જતી વખતે પ્લેનમાં પારુલની બાજુની સીટ પર એક
ટર્કિશ છોકરો બેઠેલો. સામાન્ય રીતે આપણે અજાણ્યા લોકો સાથે વાત કરવાનું ટાળતાં
હોઈએ, ભઈ કોઈને ગમે કે ન ગમે ને આપણી ખોટી ઈમ્પ્રેશન પડે. જોકે, પારુલને કોઈ દિવસ
વાતની કે વાત કરવાવાળાની ખોટ નથી પડી. કોણ જાણે હું વાત કઈરા કરે ! પણ એને બધુ
જાણવાનુ બો જોઈએ. કદાચ એટલે જ અમારા કરતાં એનું જનરલ નૉલેજ વધારે ઓહે. કોઈની સરમ
કે બીક રાઈખા વગર એ વાત ચાલુ જ કરી દે. એમાં ફાયદો એ થયેલો કે, પેલાએ શૉપિંગ
માટેની જોરદાર ટિપ આપી હતી કે, ‘કોઈ પણ જગ્યાએ શૉપિંગ નહીં કરતાં. બધે મોંઘું મળશે
પણ ઈસ્તમ્બુલથી જે લેવું હોય તે લેજો. એ તમારા માટે શૉપિંગના સ્વર્ગથી કમ નહીં
હોય.’ એની વાતનું અમે છેલ્લે સુધી અક્ષરશ: પાલન કરેલું. કોઈને પણ કંઈ લેવાનું મન
થતું તો તરત બાકીનાં બે અટકાવી દેતાં, ‘આપણે ઈસ્તમ્બુલથી લેહું, તાં સસ્તુ મલહે.’
પારુલને એના વાતગરા સ્વભાવનો બીજો ફાયદો પણ
થયેલો. નાસ્તામાં અમને બ્રેડ બટર જ મળેલાં ને એક ટર્કિશ મીઠાઈનો ટૂકડો હતો. જ્યારે
એણે તો પેલા છોકરાને બધું સમજાવેલું એટલે એર હૉસ્ટેસને કહી પેલાએ પારુલને મીઠાઈનો
બીજો ટૂકડો પણ અપાવેલો ને અમે જોતાં જ રહી ગયેલાં. ચાલો કંઈ નીં, બે’ને જ ખાધું
ને, એવું જ વિચારીને ત્યારે તો મન વાળવાનું હોય ને ? ઈસ્તમ્બુલના એરપોર્ટ પર તો
જાણે મેળો લાગેલો. જાતજાતનાં લોકોની સતત આવનજાવન ચાલુ જ રહેતી. એકદમ મોડર્ન
સ્ત્રીઓની સાથે બુરખાવાળી સ્ત્રીઓ પણ દેખાતી રહેતી. પુરુષોના પહેરવેશ પણ ભાતભાતના.
જાણે આખી દુનિયામાંથી લોકો અહીં ઉમટી પડ્યા છે. ટાબરિયાંઓ પણ દોડાદોડી કરતાં હતાં.
બધાં જ પોતાનામાં મસ્ત. કોઈ નવરું બેઠું હોય ને અમારી જેમ આમતેમ ફાંફાં મારતું
હોય. કોઈ વાંચતું હોય, કોઈ ખાતું હોય ને કોઈ વાત પણ કરતું હોય. મોટા ભાગના લોકો
મોબાઈલ લઈને બેઠેલાં. સારામાં સારો ટાઈમ પાસ. પોતાના પ્લેનની જાહેરાત થતાં જ
જવાવાળા ઊઠીને ચાલતાં થતાં.
અમારો પણ જવાનો સમય થયો ને વળી એક વાર ઈસ્તમ્બુલને
બાય બાય કરીને અમે કાપાડોક્યાની ફ્લાઈટમાં બેઠાં. દરેક વખતે એરપોર્ટની બહાર
નીકળીને પ્લેનમાં બેસવા માટે અમારે ઠંડા પવનનો માર ખાવો પડતો ને ધ્રૂજતાં ધ્રૂજતાં
પ્લેનમાં દાખલ થવું પડતું. ઉચ્છલ, સુરત કે મુંબઈના લોકોને આટલી ઠંડીની આદત ન
હોવાથી ને મુખ્ય તો ઠંડા કપડાં કદાચ ઓછાં પડતાં હોવાથી જ અમારી હાલત એટલી વાર
પૂરતી જોવા જેવી થઈ જતી. સાલું નેટ પર જોયેલું ત્યારે તો આટલી ઠંડી નહોતી લાગી !
ઘરે બેસીને કેટલાય દિવસોથી નેટ પર ટર્કીનું હવામાન જોયા કરતાં હોવા છતાં ખરેખર
ઠંડીનો સામનો કરવાનો આવ્યો ત્યારે કોકડું વળી જતાં હતાં. અમારા ત્રણમાં પૂરેપૂરી
તૈયારી સાથે જો કોઈ આવેલું તો તે હતી અંજુ ! મોટી બૅગ ભરીને ગરમ કપડાં લાવેલી. અમે
એની મશ્કરી પણ કરેલી, ‘ટર્કીની બધી ઠંડી તારા પર જ પડવાની કેં ?’
‘અરે, પોઈરા–વ’ઉએ શૉપિંગ કરાઈવુ તો પછી પે’રુ જ
કે નીં? ને આપણે વરી કે દા’ડે મુંબઈમાં આવા કપડા પે’રવાના ? મુંબઈમાં ઠંડી તો પડે
નીં તો પછી અંઈયે પે’રીને સોખ પૂરો કરવાનો, કેમ બરાબર ને ? તુ હું કેય ?’
‘બરાબર, બરાબર. એકદમ હાચ્ચી વાત. અમને જરાક હો
કે’તે તો અમે હો બૅગ ભરી લાવતે કે નીં ? આપણે તણ્ણેવ પછી વટ મારતે. આ તો તુ એખલી જ
વટ મારવાની.’
‘અરે, ફિકર નોટ. ઉં આપા ને. જે જોઈએ તે પે’રજો
નીં.’
‘વાહ વાહ, જો બેન ઓ’ય તો આવી.’
અમારી નવાઈ વચ્ચે ચામડીના કુદરતી બખ્તર નીચે
ઠંડીને નીં ગાંઠતી પારુલ ભાગ્યે જ ઠંડીની ફરિયાદ કરતી કે ઓછામાં ઓછા ગરમ કપડાં
પહેરતી. કોઈની જાડી ચામડી પણ હોય ? હું ફાંકામાં રહેલી કે, ઉચ્છલમાં તો દિલ્હી જેવી ઠંડી પડે તોય અમે બહુ ઓછા
દિવસ ગરમ કપડાં પહેરીએ. એ ભૂલી ગયલી કે, અ’વે તો બધી સીઝનની મજા આપણે ઘરમાં જ બેહીને લેતા થઈ ગયલા, તે ઉચ્છલમાં તો આખો દા’ડો ઘરમાં ભરાઈ ર’ઈએ પછી
હવારે કે હાંજે બા’ર પવનમાં નીકરે તો ખબર પડે ને, કે કેવી ઠંડી પડતી છે ! ખેર, અંજુની
મોટી બૅગનો મને તો ફાયદો થઈ ગયેલો. ‘ભગવાન તને આવી ટૂર કરાવતો રે’ય ને અમને હો હાથે
મોકલતો રે’ય.’ મજાક મસ્તીના સાથે અમે પહોંચ્યાં કાપાડોક્યા– હૉટ એર બલૂનનું
શહેર–દુનિયાભરના ટુરિસ્ટોનું મુખ્ય આકર્ષણ.
ટર્કીના પ્રવાસના લેખો વાંચવાની ઘણી મઝા આવે છે. ખાસ કરીને તો તળપદી ગુજરાતી ભાષાને લીધે. થોડા વખત પર કેનેડાથી ટર્કીસ એરમાં ભારત આવતા - જતા ઈસ્તામ્બુલ બે વખત લાંબો હાેલ્ટ હતો તે વેળા એરપોર્ટ પરના માહોલને માણ્યો હતો તે આ વખતના લેખના વર્ણનને કારણે અતિ રોમાંચ અનુભવ્યો. સરસ હાસ્ય વર્ણન માટે અભિનંદન.
જવાબ આપોકાઢી નાખોટર્કી યાત્રામાં જોડાયા છો જાણી આનંદ થયો. પ્રવાસના અનુભવો મમળાવવાની પણ મજા છે.
જવાબ આપોકાઢી નાખો'Kapa do kia' bhai....shu keu....nam nu atlu badhu anasysis vanchva ni khare khar maza avi....ane lekh ni sathe sathe ame pan jane turkey ma pravas kari rahya chhie evu feel thay chhe. Hasya thi bharpur lekh..keep it up.
જવાબ આપોકાઢી નાખોharsha Mehta / Toronto
જવાબ આપોકાઢી નાખોભાષાના મિશ્રણમાં અલગ જ મજા છે. તેમાંય પ્રવાસમાં તો નવા નવા શબ્દો મળતા જ રહે. અમારી સાથે સાથે ફરતાં રહેજો.
જવાબ આપોકાઢી નાખોકલ્પનાબેન, તમારી હાથે હાથે ઈસ્તમબુલ ને કાપાડોક્યા ફરવાની બહુ મજા આવે છે. પૈહાનો હો ખરચ નીં ને મજા કેટલી બધી. પલ્લવી.
જવાબ આપોકાઢી નાખોબીજી વાર કેથે જઈએ તો હાથે આવજો. ગણી ગણીને પૈહા ખરચવાની હો મજા આવે :)
જવાબ આપોકાઢી નાખોVery interesting story.nice to travel Istambul,good humorous language ,enjoyed.
જવાબ આપોકાઢી નાખોMadhvi Majumdar