શુક્રવાર, 14 માર્ચ, 2014

બ્લૉગજગતમાં પ્રવેશ કરતાં



નમસ્કાર,
૨૦૦૦ની સાલ! દુનિયા નવી સદીમાં પ્રવેશવાનો આનંદ માણતી હતી ત્યારે હું લેખક બનવાનો ઉત્સવ ઉજવતી હતી. જાણીતાં ગુજરાતી સામયિકોમાં મારા લેખો પ્રકાશિત થવા માંડ્યા હતા. વાંચનનો શોખ અને વાર્તા લખવાનો ચસ્કો હોવા છતાં હું હાસ્યલેખિકા બની ગઈ! પહેલી કૉલમ મળી ‘ દિવ્ય ભાસ્કર’ માં. પછી ‘ લપ્પન–છપ્પન’ નામે કૉલમ શરુ થઈ ‘ જનસત્તા’ માં ૨૦૦૫માં. બે વર્ષ પછી પહેલું પુસ્તક પ્રગટ થયું ‘ લપ્પન–છપ્પન’. પછી તો, ‘ ગુજરાતમિત્ર ’ માં કૉલમ ચાલી ‘ જિંદગી તડકા મારકે ’ સાત વર્ષ અને હાલ ‘ ગુજરાત ગાર્ડિયન ’ માં ‘ મોજીલો પ્રવાસ ’. પછી તો, ‘ ચાલતાં ચાલતાં સિંગાપોર ’ પુસ્તક શ્રી જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર લઈ આવ્યું. વળી આવ્યું–‘ હાસ્યાત્ સદા મંગલમ્ ’. પછી ‘ પંચ પરમેશ્વર ’ અને હવે બૅંગકૉક યાત્રાનું પુસ્તક ટૂંક સમયમાં. ‘લપ્પન છપ્પન’ કરતાં ખાસ્સી મજા પડી!
હવે થયું કે, મારો પણ એક બ્લૉગ હોય તો કેવું? જ્યાં સમયની કે જગ્યાની કોઈ પાબંદી નહીં અને હું મારા મનની રાણી!
બસ તો, આજે હવે વિધિવત પ્રવેશ કરી જ દીધો. મળતાં રહીશું અવારનવાર ‘ લપ્પન–છપ્પન ’ કરવા.


15 ટિપ્પણીઓ:

  1. બ્લોગજગતમાં સ્વાગત છે, કલ્પનાબેન! ખૂબ અભિનંદન અને આવકાર.

    જવાબ આપોકાઢી નાખો
  2. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. અભીનન્દન..

    જવાબ આપોકાઢી નાખો
  3. અભિનંદન.તમે સારું સારું નાવિન્યવાળું લખતા રહેશો એવી શુભેચ્છા. અને જ્યારે કાંઈ નવું લખો તો ૦ મેઈલથી મોકલશો તો વા;ચવાનો આનંદ આવશે. મારો કોોઈ બ્લોગ નથી એટલે તમારે બદલામાં વાંચવું નહીં પડે.તમને ખૂબ સફળતા મળો.

    જવાબ આપોકાઢી નાખો
  4. તમને અભિનંદન અને શુભેચ્છાઓ. પ્રિન્ટજગતમાં લખ્યું તેમ આ નેટજગતને પણ તેનો લાભ આપશો તે વાતે આનંદ થયો.....અમારી એક સંયુક્ત સાઇટ છે, વેબગુર્જરી http://webgurjari.in/ તેનો પણ સંપર્ક કરશો તો ગમશે. ક્યારેક તમારાં લખાણો પણ – હરનીશભાઈની જેમ – વેગુને પાનાંને મરકાવશે તો આનંદ થશે....ધન્યવાદ સાથે – જુ.

    જવાબ આપોકાઢી નાખો
  5. મારી શુભેચ્છા અને અભિનંદન આપને.
    ખૂબ સંતર્પક લખાણ હોય છે આપનું.
    નર્મ- મર્મ .

    જવાબ આપોકાઢી નાખો
  6. Kalpnaben,
    1st time to your Blog.
    Nice Posts.
    Your journey with the HASYA-LEKHAN in the Newspapers now continued @ home with your Blog.
    Welcome to the Gujarati BlogJagat.
    Congratulations !
    DR. CHANDRAVADAN MISTRY
    www.chandrapukar.wordpress.com
    Inviting you @ Chandrapukar !

    જવાબ આપોકાઢી નાખો
  7. બ્લોગ જગતમાં પ્રવેશ થઇ ગયો...
    ઘણા બધાની શુભેચ્છાઓ ધન્યવાદ થયા..
    તેની પણ અભારવીધી થઇ ગઇ
    અને સાવ રે સફાળા જાગીને અમે મોડા મોડા આવ્યા લપ્પન છપ્પન કરવા !
    તમારી રોજિંદી પ્રવૃત્તિ, રોજિંદા પડકારો અને તમારા હાથમાં ઈશ્વરદત્ત મનગમતી ફરજ આવે તેને ખૂબ આનંદથી બજાવો તેની લપ્પન છપ્પન અમારી સાથે કરો અને મઝા અમને ...પ્રજ્ઞાજુ વ્યાસ

    જવાબ આપોકાઢી નાખો
  8. આદરનીય કલ્પનાજી !!

    સપ્રેમ નમસ્કાર વ જયશ્રી કૃષ્‍ણ !!
    આપને મારા તરફથી અભિનંદન તથા શુભકામના !!

    આપ બ્લોગના માધ્યમથી અનેક વાંચકો લાભાન્વિત થાય તેવા પ્રયાસ કરવા પ્રભુ આપને સામર્થ્ય આપે !!

    With Best Regards…
    Yours Humbly

    Vinodbhai Mangalbhai Machhi & Family…!!
    At & Post:Navi Wadi,The:Shehera,
    Dist:Panchmahals (Gujarat) 9726166075(M)
    E-mail: vinodmachhi@gmail.com
    My Blog: vinodmachhi.blogspot.in

    જવાબ આપોકાઢી નાખો
  9. ગુજરાતી બ્લોગ જગતમાં આપનું સ્વાગત છે. અભીનન્દન..

    Editor: Yuvarojagar
    http://pravinshrimali.wordpress.com
    http://kalamprasadi.wordpress.com

    જવાબ આપોકાઢી નાખો
  10. Most Welcome to the Gujarati Blog World

    Hope you will enrich the online Gujarati space also similar to the print media with your able writing. Heartiest welcome.

    જવાબ આપોકાઢી નાખો
  11. most welcome to this beautiful net world. i am your fan. always enjoy yr writings. its really very difficult to make other smile.. and let me tell u ..u have done this difficult work very easily. just superb. keep it up.

    જવાબ આપોકાઢી નાખો