સ્વર્ગમાં બેઠાં બેઠાં બહુ વખતથી ભગવાનને એક
વિચાર સતાવતો હતો. ક્યાંક દુનિયાના લોકો મને ભૂલી તો નથી ગયાં ને ? વાતે વાતે
મારું નામ લઈને રડી પડતાં કે હરખાઈને મારા નામને વટાવી ખાતાં લોકો ક્યાં જતાં
રહ્યાં ? આજકાલ તો ગણ્યાગાંઠ્યા લોકો જ મને યાદ કરે છે ! જરા જોઉં તો ખરો, આખિર
માજરા ક્યા હૈ ? ભગવાને તો ભંડકિયામાં બહુ વખતથી પડી રહેલું ને ભુલાવાની અણી પર
આવી ચૂકેલું મહાશક્તિશાળી દૂરબીન કાઢ્યું ને ફેરવ્યું પૃથ્વી તરફ. (ભગવાનને ત્યાં
પણ ભંડકિયું ? ભઈ, કચરો ભેગો કરવાની ટેવ તો ભગવાનનેય હોય ને ? સંઘરેલો સાપ તો એમને
પણ કામ આવતો જ હશે ને ?) ભગવાન પણ અચંબામાં પડી જાય એવાં દ્રશ્યોથી પૃથ્વીવાસીઓ તો
હવે ખાસ્સાં ટેવાઈ ગયેલાં.
દૂરબીનમાં સૌથી પહેલાં ઝડપાયું એક મૅટર્નિટી હોમ.
એક સગર્ભા સ્ત્રી એના પતિ ને સાસુ સાથે ડૉક્ટરની રાહ જોતી બેઠેલી. એમની વાતો પર ભગવાને
કાન માંડ્યા. (આને પંચાત ન કહેવાય.)
‘જો સોનોગ્રાફીમાં દીકરો આવે તો હા નહીં તો ના,
સમજી ?’ સાસુ ને પતિનો એક જ દમદાર અવાજ નીકળ્યો.
‘પણ મમ્મી, તમે તો કહેતાં’તાં ને કે જે આવે તે
ભગવાનની મરજી. ને હવે ?’
‘અરે, ભગવાનની મરજી–બરજી કંઈ નહીં. મમ્મી કહે તે
ફાઈનલ. મારી પણ એ જ મરજી સમજી લેજે.’ સ્ત્રીએ તો આને પણ ભગવાનની મરજી જ ગણવી પડે
ને ?
આ હા ને નાનું ચક્કર ભગવાનના મગજમાં ઊતરતાં થોડી
વાર લાગી પણ જેવું ઊતર્યું કે, ભગવાનનું દૂરબીન ધ્રૂજી ગયું. આ લોકોએ તો જનમ
આપવાનો મારો હક પણ છીનવી લીધો ? મારાં બનાવેલાં મુજને બનાવવા માંડ્યાં ? અરેરે !
મારું ગાડું કેમ ચાલશે ? હવે પછી મને કોણ ગણશે ? ભગવાનથી તો હે ભગવા...ન પણ ન
બોલાય ! ભગવાન નર્વસ થઈ ગયા. એમણે તો દૂરબીન, ‘અમે બે ને અમારું એક’માં માનતા સુખી
પરિવાર પર ગોઠવ્યું. અહીં તો ભગવાને પણ કાન તો માંડવા જ પડે.
‘આપણા સ્વીટુને આ વરસે પ્લે સ્કૂલમાં મૂકી
દઈશું.’
‘ના, ના. આ વરસે નહીં, આવતે વરસે. હજી તો દોઢ
વરસનો જ થયો.’ મમ્મીનું દિલ જરા નરમ ખરું ને ?
‘એ દોઢ ને બે કંઈ નહીં. હું કહું છું એટલે
મૂકવાનો બસ.’
‘ભલે, જેવી હરિઈચ્છા.’ મમ્મીએ નિ:સાસો નાંખ્યો.
‘હરિઈચ્છા નહીં મારી ઈચ્છા કહે. સ્વીટુની બધી
જવાબદારી મારી છે એટલે હું કહું તેમ જ કરવાનું.’
‘ભલે ભાઈ, જેવી તમારી મરજી.’
પછી તો, દુ:ખી થયેલા ભગવાનનું દૂરબીન ઝડપથી
પૃથ્વીની પ્રદક્ષિણા કરવા માંડ્યું. જ્યાં ને ત્યાં હવે બીજાની મરજી ચાલતી હતી.
ભગવાનની મરજી નામશેષ થવાની અણી પર આવી જવાની કે શું ? કોઈ પણ ઘરમાં સાદી સીધી રસોઈ
બનાવવાથી માંડીને શાની ખરીદી કરવી, કે આજે શું કરવું ને કાલે શું કરવું તેની પણ
ચર્ચાઓ થતી ને એમાં ઘરમાં સૌ મારી મરજી, તમારી મરજી, બધાંની મરજી ને બીજાની મરજીની
જ વાત કરતાં દેખાયાં ! ભગવાને જોયું કે, પૃથ્વી પરનાં લોકો એટલા બધા પ્રોબ્લેમ્સથી
ઘેરાયલા રહે છે ને કે, વાતે વાતે એકબીજાની મરજી સાચવવાની જ વાતો કર્યા કરે છે.
પતિ, પત્ની ને બાળકો હોય ત્યાં ભગવાનને કે એમની મરજીને કોઈ નથી પૂછતું. એકબીજાની
મરજી સાચવતાં બધાં એકબીજાની ફરતે ગોળ ગોળ ફર્યા કરે. જ્યાં સંયુક્ત કુટુંબ હોય
ત્યાં, ‘સાસુને પૂછવું પડશે ને સસરાને પૂછવું પડશે’ ચાલતું હોય. ઘણી જગ્યાએ તો
‘વહુને પૂછવું પડશે’ પણ ચાલતું દેખાયું.
ભગવાનને એક વાતની ખાસ્સી નવાઈ લાગી. ભણવાનું
બાળકે પણ કઈ લાઈન લેવાની કે કઈ કૉલેજમાં જવાનું તે નક્કી પિતાએ કરવાનું ! ને જોઈતી
જગ્યાએ જો એડમિશન ન મળ્યું તો જ ભગવાનને યાદ કરાય બાકી તો ઠીક છે બધું. બાળકનું
ભણવાનું સારી રીતે પત્યું તો ભગવાનની મહેરબાની ને ન પત્યું તો ભગવાવનની મરજી.
જોકે, એમાંય એક બીજા પર દોષારોપણ તો ચાલતું જ હોય કે, ‘તારી મરજી હતી બાકી મારી તો
જરાય મરજી નહોતી.’ ભગવાને એક વાત જોઈ લીધી ને બરાબર સમજી લીધી કે, જ્યાં સુધી
માણસના હાથમાં બધું છે ત્યાં સુધી બધામાં એની મરજી ચાલે છે ને જ્યાં દ્રાક્ષ ખાટી
નીકળે, ત્યાં ભગવાન તો છે જ !
ભગવાનને તો દૂરબીનમાંથી પૃથ્વી પર બધું જોવાની
ધીરે ધીરે મજા આવવા માંડી. કહેવું પડે બાકી, બધા સ્વાર્થી ને લુચ્ચા થઈ ગયા છે.
મેં આ લોકોને આવા તો નહોતા મોકલ્યા. હશે, ચાલો જોઈએ પેલા છોકરાને જે પરણવા તૈયાર
થયો છે. છોકરાને ગમી ગઈ છે એક છોકરી પણ માને દેખાવે નથી ગમતી ને પિતાને સ્ટેટસ
જરા...હં, સમજી ગયા ને ?
છોકરો કહે, ‘હું મારી મરજી થાય તેની સાથે
પરણીશ.’
મા કહે, ‘છોકરી તો મારી મરજીની જ આવશે.’
જ્યારે પિતાની મરજીની વિરુધ્ધ કોણ જઈ શક્યું છે
?(ઘણી જગ્યાએ પિતાની જગ્યા માતાએ લીધી હોય પણ પેલા છોકરાની મરજી ?) હવે આ બધામાં
ભગવાનની મરજીનો પ્રવેશ ક્યારે થાય ? તો છોકરો પોતાના પ્રિય પાત્ર સાથે ભાગી જાય
ત્યારે. ભલે ને નવો જમાનો આવ્યો પણ હજીય આવી વાતોમાં તો ભગવાનની જ મરજી ગણાય છે તે
જાણીને ભગવાનને પણ થોડી રાહત થઈ. હવે ભગવાનની મરજી હોય પછી તો, દીકરાની મરજીમાં
પોતાની મરજી સમજી જ લેવી પડે ને ? ચાલો. ઘીના ઠામમાં ઘી આખરે પડીને જ રહે.
ભગવાનનું દૂરબીન ફરતું ફરતું એક હીરોઈનને જોવા
અટકી ગયું. એ લાંબી, પાતળી છોકરી કંઈ ‘મારી મરજી...મારી મરજી...’નું ગીત ગાયા કરતી
હતી. હેં ? આ વળી એકલી એકલી કઈ વાત પર કૂદી રહી છે ? ને શાની મરજીની વાત કરે છે
જેના પર બધાંની નજર ખોડાઈ ને પછી વાંકી થઈ ગઈ ? ઓહો ! એ અબુધ છોકરી તો એમ કહેતી
હતી કે, ‘હવે પછી હું જે કંઈ કરું કે જેવું વર્તન કરું કે જે કંઈ ખાઉં–પીઉં કે
નાચું–કૂદું કે ગમે તેને મળું–ન મળું કે જેવાં કપડાં પહેરું કે જ્યાં જવું હોય
ત્યાં જાઉં વગેરે વગેરે જે કંઈ કરું તેમાં ને તેમાં, ફક્ત મારી ને મારી જ મરજી
ચાલશે. મારા પર કોઈની જોહુકમી કે દાદાગીરી નહીં ચાલે. મારે કેમ જીવવું તે મારી
મરજીની વાત છે.’
ભગવાને મૂછમાં હસતાં કહ્યું, ‘નાદાન છોકરી, કયા
ભ્રમમાં જીવે છે ? અહીં તો મારી મરજી પણ નથી ચાલતી તો તારી મરજીની ક્યાં વાત ?
શાંત થા ને પરસ્પર એકબીજાની મરજી સાચવીને બધાં જીવો.’ ભગવાને સમજીને જ દૂરબીનલીલા
સમેટી લીધી.
કલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોલખવાનું કામ લેખકનું, મરજીમાં આવે તે લખવાનું. વાંચવું-ના વાંચવું, વખાણવું-ના વખાણવું વાચકની મરજી. શું કહો છો? સરસ લેખ છે. પલ્લવી.
બસ, તમારી મરજી એ અમારી મરજી.
જવાબ આપોકાઢી નાખોમારાં બનાવેલાં મુજને બનાવવા માંડ્યાં ?
જવાબ આપોકાઢી નાખોઅરેરે ! મારું ગાડું કેમ ચાલશે ?
હવે પછી મને કોણ ગણશે ?
ભગવાનથી તો હે ભગવા...ન પણ ન બોલાય !
Khoob Saras. Maza padi gaee.
पौत्र : दादा, सवारना पहोरमां मारुं आई-पेड लईने शुं बेसी गया ?
જવાબ આપોકાઢી નાખોदादा : बेटा कल्पनाबेननो लेख वांचुं छुं.
पौत्र : सवार पडे ने कल्पनाबेनना मेईल शोधा मंडी पड़ो छो !
दादा : केम ? मारी मरजी.
पौत्र : हे भगवान !!!!!!......
કલ્પનાબેનની સરસ કલ્પના !
જવાબ આપોકાઢી નાખોbhagvan pan duniya taraf juve chhe kharo....!
જવાબ આપોકાઢી નાખોસૌનો આભાર.
જવાબ આપોકાઢી નાખોThanks.
જવાબ આપોકાઢી નાખોVery nice 👍👌
જવાબ આપોકાઢી નાખોBite nice
જવાબ આપોકાઢી નાખોVery nice
જવાબ આપોકાઢી નાખોGood though
જવાબ આપોકાઢી નાખોNice
જવાબ આપોકાઢી નાખોNice 👌👌
જવાબ આપોકાઢી નાખોKeep it up
જવાબ આપોકાઢી નાખોAakhare bhagavan badhu j juve chhe.
જવાબ આપોકાઢી નાખોGood
Thanks.
કાઢી નાખો