આજકાલ પરીક્ષા અને ક્રિકેટના ટેન્શન કે તણાવને કારણે, સુંદર અને સ્વાદિષ્ટ રસોઈકલા વેઠ ઉતારવાની કલા બની ગઈ હોય તો કોઈ નવાઈ ન પામશો. થોડા દિવસ સુખે–દુ:ખે કાઢી નાંખશો તો આ કલાની અંદરની વાતો તમને જાણવા ને સમજવા મળશે. મેં આ કલાને કેટલાક રસપ્રદ ખાનામાં ગોઠવી છે. તમે પણ સરખાવી જોજો કે, તમે આ કલા વિશે શું ધારો છો ?
રસોઈકલા એટલે પાકકલા. બત્રીસ જાતનાં ભોજન ને
તેત્રીસ જાતનાં પકવાન ખાવા–ખવડાવવાની એ પાક એટલે પવિત્ર કલા છે.
રસોઈકલા એટલે શાકકલા. શાક વગર તમારું ભોજન
અધૂરું ગણાય. આજે તમે ચારમાંથી ચારસો શાક બનાવી શકો એટલી રેસિપી તમને મળી રહે, એટલે
જ નવા નામે જૂના શાકને પધરાવવાની કલાનો આમાં વિકાસ થાય છે.
રસોઈકલા મુખ્યત્વે નાક પર આધાર રાખે છે. જેની
રસોઈની સુગંધ આખા ઘરમાં ને પાડોશમાં પણ પહોંચી જાય તેની રસોઈ ચાખવા કે ખાવા
બોલાવવાની રાહ નથી જોવી પડતી. જોકે, રસોઈ બળી જાય ત્યારે નાક કપાવાની વેદના થાય
ખરી.
આળસુ લોકો માટે તો રસોઈકલા થાકકલા સિવાય કશું
નથી. બજારમાં બધું તૈયાર મળતું હોય તો કોણ ઝંઝટ કરે ? જોકે, ઘણા ઘરોમાં આ કલા
ખરેખર થાકકલા જ બની જાય છે.
જ્યારે રસોઈ બગડે ને બધી મહેનત ખાકમાં મળી જાય
ત્યારે એ કલા ખાકકલાથી વિશેષ કંઈ નથી.
અસલના જમાનામાં તો દીકરીઓને ધાકમાં રાખીને આ કલા
શિખવાતી. તો ઘણી જગ્યાએ પોતાની ધાક જમાવવા માટે પણ સ્ત્રીઓ આ કલાનો ઉપયોગ(!) કરતી.
એટલે આ કલા બની ધાકકલા.
વર્ષો પહેલાં પાડોશણો માટે તો આ કલા તાક–ઝાંકકલા
જ બની રહેતી. બીજાનાં ઘરોમાં નાકના જોરે વાનગી જાણવાની તાલાવેલી, નફ્ફટ બનીને ઝટપટ
તપેલાં ઊઘાડીને ડોકિયું કરવા સુધી એમને દોરી જતી. ‘આજે શાનું શાક બનાવ્યું ?’ એ એમનો
પ્રિય પ્રશ્ન રહેતો.
એમ તો, રસોઈકલા એટલે ડાકકલા. રસોઈ શો નહોતા તે
જમાનામાં પણ વાનગીઓની આપ–લે થતી ને હરીફાઈઓ પણ થતી. ફક્ત ડાકને એટલે કે ટપાલને
આધારે થતી એટલે એ ડાકકલા.
રસોઈકલા એટલે ઢાંકકલા. રસોડામાં ઢાંકવાની કલા
મહત્વની કલા ગણાય છે. જો ભોજન વ્યવસ્થિત રીતે ઢાંક્યું હોય તો જમનારના મનમાં
કુતૂહલ અકબંધ રહે છે. રસોઈની વધઘટની જાણકારી ફક્ત સ્ત્રીને જ હોવાથી, સાચવીને
ઢાંકેલું ને કલાત્મક રીતે સજાવેલું સવારનું ભોજન સાંજે અપાય તોય ઘરનાંને એની ગંધ
આવતી નથી ! કદાચ કોઈને ગંધ આવી પણ જાય તોય ધાકના માર્યા કોઈથી બોલાતું નથી.
ફાકકલા ! રસોઈકલા એટલે ફાકવાની કલા. રસોઈમાં
ઠેકાણાં ન હોય ત્યારે ફાકા મારવાની અદ્ભૂત કલાનો આપોઆપ વિકાસ થાય છે.
રાંકકલા. ઘણી વાર ખાનારને અને ઘણી વાર
ખવડાવનારને આ કલા રાંક બનાવી દે છે !
વાંકકલા ! આ કલા રસોઈને શ્રેષ્ઠ બનાવવામાં ઘણી
ઉપયોગી સાબિત થઈ શકે છે. ભલભલી કોન્ટેસ્ટમાં જીતીને આવતી સ્ત્રીની રસોઈમાં, ઘરમાં
કોઈ ખામી ન નીકળે એવું કઈ રીતે બને ? જોકે, એમાં જીભને કેળવવી ખૂબ જરૂરી હોય
છે–ખાવામાં અને બોલવામાં પણ ! ઘણાંનું એવું માનવું હોય છે કે, અવારનવાર વાંક
કાઢતાં રહેવાથી, રાંધનાર ધ્યાનથીરાંધે છે ને વેઠ નથી ઉતારતું ! પોતાને મનગમતી
વાનગી મળતી રહે તે નફામાં. વાંકકલામાં રાંકકલા ને ધાકકલાનું મિશ્રણ જોઈ શકાય છે.
વર્ષોથી રસોઈની મહારાણી બની ચૂકેલી સ્ત્રી જોકે
વાંકકલાને બહુ પ્રોત્સાહન નથી આપતી. ટીકાના અંગારા પર ઠંડું પાણી રેડવાનો એને
બહોળો અનુભવ હોય છે. એની પાસે દરેક પ્રશ્નનો જવાબ તેયાર હોય છે. એની રસોઈની
ખામીમાં કોઈ વાર તબિયતનો વાંક (કે બહાનું !) હોય તો કોઈ વાર નોકરનો વાંક. કોઈ વાર
ભેળસેળના જમાનાનો કે દવા છાંટેલી અથવા કસ વગરની શાકભાજીનો વાંક પણ નીકળી શકે.
બન્ને પક્ષે વાંકકલાના નમુના જોઈએ.
‘દાળમાં કેમ મીઠું વધારે છે ? ખવાય તેવી તો
બનાવ.’
‘આજકાલ મને યાદ નથી રહેતું.’
‘શાક તો ભાઈ બહુ તીખું છે. મને એટલે જ એસિડિટી
થઈ ગઈ છે. જરા મારા પર મહેરબાની કરે તો સારું.’
‘અરે, તમે વાત જ જવા દો ને. આજકાલ મરચાંમાં પણ
કોઈ કસ નથી રહ્યો. કોઈ વાર તીખાં હોય તો કોઈ વાર સાવ મોળાં !’
‘આજે ભાત બહુ ચીકણો થઈ ગયો.’
‘નવા ચોખા છે ને ? બહુ સાચવીને રાંધવા પડે.’
‘રોટલી રબર જેવી છે.’
‘કેટલા મોંઘા ઘઉં લીધા તે આવી રોટલી માટે ? કાલે
જ કરિયાણાની દુકાને ફોન કરીને એને ખખડાવી નાંખું.’
બસ. આવા ઘરોમાં વાંકકલાનો વિકાસ થતો નથી. જે
વાંક કાઢ્યા વગર જમી લે છે તે પાંચ આંગળીએ પૂજાય તેવો બની જાય છે.
હાકકલા તો જાણતાં જ હશો. રસોઈ કરતી વખતે શાંતિથી
રસોઈ કેવી રીતે બનાવાય ? રસોઈ પાંચની હોય કે પચાસની, બૂમાબૂમ ને ધમાલ કર્યા વગર
ઘણાં રાંધી નથી શકતાં તો ઘણાં રાંધેલું ખાઈ
નથી શકતાં.
રસોઈકલા એવી અદ્ભૂત કલા છે જેમાં અવનવી કલાઓ
છુપાયેલી છે. એ જોવા–જાણવા–માણવા–શીખવા ને શીખવવા સિવાય પણ મેળવવા–ગુમાવવા કે
કમાવા–ખર્ચવાની પણ મસ્ત કળા છે. જે જાણે તે જ માણે.
વાહ...પ્રાસકલા તો કોઈ તમારી પાસેથી શીખે.ખૂબ મઝા આવી.રોજબરોજના વિષયોને મજેદાર રીતે મુકવાની કલાને શું કહીશું?
જવાબ આપોકાઢી નાખોઆભાર સંધ્યાબેન,
કાઢી નાખોપ્રાસકલાથી કોઈને ત્રાસ ના થાય એટલું ધ્યાન રાખું બાકી તો કલાદ્રષ્ટિ સૌમાં જ હોય, રાહ બધાની અલગ હોય.
રસોઈકલામાં અવનવી કલાઓ છુપાયેલી છે. એ જોવા–જાણવા–માણવા–શીખવા ને શીખવવા સિવાય પણ મેળવવા–ગુમાવવા કે કમાવા–ખર્ચવાની પણ મસ્ત કળા છે!
જવાબ આપોકાઢી નાખોવિશિષ્ટ લપ્પન–છપ્પન !
રસોઈની લપ્પન–છપ્પન ગમી તે બદલ આભાર.
કાઢી નાખોકલ્પનાબેન,
જવાબ આપોકાઢી નાખોરસોઇમા કળા અને તે પણ આટલા બધા પ્રકારની તો 'માસ્ટર ચેફ/શેફ' વાળા પણ વિચારી ના શક્યા હોત. તમારી 'સોચકળા' બદલ એ માટે અભિનંદન! મજા આવી ગઈ. પલ્લવી.
દરેકના ઘરમાં ‘માસ્ટર શેફ’ હોય તે સોચકળા પણ શીખવી દે !
કાઢી નાખોkeep up .... you are better every time..
જવાબ આપોકાઢી નાખોRajnikant Shah
અમે આ તમામ કલાઓ કશીય સભાનતા વિના અજમાવી ચૂક્યા છીએ. પણ એને આવું કહેવાય એ વાંચ્યા પછી ખબર પડી.
જવાબ આપોકાઢી નાખોકંઈક કહેવું હોય તોય કઈ રીતે કહેવાય ?
કાઢી નાખોआ लेख घणो ज गम्यो. साथे एक टुचको याद आवी गयो जे शेर करुं छुं.
જવાબ આપોકાઢી નાખોबपोरे जमवा माटे पधारेला महेमानोने रसोडामांथी आवी पत्नि बोली, चालो जमवा, डिनर तैयार छे.
पती :- आने लंच कहेवाय, डिनर तो सांजे होय.
पत्नि :- काले सांजनुं वधेलुं ज गरम कर्युं छे एटले डिनर ज कहेवाय.
धनेश भावसार (टोरन्टो-केनेडा)
હૉટેલના ડિનર કરતાં તો સારું ને ? ! મોંઘવારી કેટલી છે ?
કાઢી નાખોnice joke I liked it
જવાબ આપોકાઢી નાખોWriter's Answers are as amusing -filled with lots of FUN - as Her Penning ! Hurrah .....
જવાબ આપોકાઢી નાખોવાહ વાહ કલા સાથે કલાઓનો સંગમ ખુબ સરસ.👏👏👏
જવાબ આપોકાઢી નાખો